ગાંધીનગર, તા.૩
વડાપ્રધાન ડો.મનમોહન સિંઘે અછતગ્રસ્ત રાજ્યો માટે રચેલા પ્રધાન જુથના અધ્યક્ષ કૃષિ મંત્રી શરદ પવાર અને ગ્રામિણ વિકાસ મંત્રી જયરામ રમેશ સહિત ભારત સરકારના ૮ પ્રિન્સિપલ સેક્રેટરીઓ સમક્ષ ગુજરાત સરકારે શુક્રવારે સવારે કરેલી રૂ.૧૪,૬૭૩ કરોડની માંગણી સાંજ પડતા જ ઉંબાડિયુ સાબિત થઈ રહી છે.
- કેન્દ્ર માગ સ્વીકારે નહીં એટલે તેને ભાંડવાના પ્રચારનો મોકો મળી રહે
- પંચવર્ષીય આયોજનની માગણીઓ પણ મેમોરેન્ડમમાં સામેલ કરાઈ
આઝાદ ભારતમાં પહેલી વખત અછતની સ્થિતિમાંથી બહાર આવવા રૂ.૧૪,૬૭૩ કરોડની માંગણી કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને મળેલી તક ગુમાવી દિધી છે. ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધી અંત્યત ભંયકર અને કારમા દુષ્કાળ પડયા છે. પરંતુ, પહેલા ક્યારેય પણ આટલી મોટી સાવ અવાસ્તવિક રાહત માંગવામાં આવી નથી.
ગુજરાત જ નહિ, દેશના કોઈ પણ રાજ્યે અછતની સ્થિતિમાં આટલી મોટી રકમની માંગણી કરી નથી.
લ્લ ૧૪,૬૭૩ કરોડની
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી 'ગુજરાતને કેન્દ્રનો અન્યાય... અન્યાય..' ચુંટણીનો મુદ્દો બનાવવા વાસ્તવિકતાથી દૂર રાજકિય દાવ ખેલીને કેન્દ્રીયમંત્રીઓને ૧૩૫ પાનાનુ મેમોરેન્ડમ પકડાવી દિધુ છે. તથાગત્ રીતે આંકડા મૂકીને રજૂ થયેલા પ્રેઝન્ટેશનની રાહત રકમ કેન્દ્ર સરકાર આપે નહિ, ગુજરાતમાં દુષ્કાળ, અછત કે અર્ધઅછત જાહેર થાય નહિ અને કરમાતા પાક વચ્ચે પોતાના ચુંટણીલક્ષી તાયફાઓ ચાલુ રહે તે માટે મોદીએ તદ્દન અવાસ્તવિક ચિત્ર રજૂ કર્યુ હોવાનુ બહાર આવ્યુ છે.
નીતિ વિષયક ફેરફારની માગ
* કેલેમીટી રિલીફ ફંડમાંથી ૫૦ ટકા રકમ ખર્ચવા આરકેવીવાય પ્રમાણે રાજ્ય સરકારને સત્તા આપો.
* જમીન અને પાણીના સંરક્ષણ માટેના પગલાંને પ્રોત્સાહન આપો.
* ગ્રામીણ ભંડાર યોજનાની માર્ગર્દિશકામાં સુધારો કરો.
* ઘાસચારાના વાવેતરને પ્રોત્સાહન.
* શાકભાજીના વાવેતર માટે ખાસ કાર્યક્રમ જાહેર કરો.
* એક લાખ હેક્ટરમાં સ્પ્રિન્કલર ઇરિગેશન માટે પ્રોત્સાહન આપો.
* પચાસ હજાર હેક્ટર વિસ્તારમાં ટપક સિંચાઇ માટે વધારાની કેન્દ્રીય સહાય આપો.
* રવી અને ઉનાળુ મોસમમાં ૧૭થી ૨૦ લાખ હેક્ટરમાં શાકભાજી માટે પગલાં લો.
* હોલ્ટ્રી કલ્ચર મિશન હેઠળ રાજ્યને ૮૦ ટકા સહાય આપો.
કૃષિ ક્ષેત્રે તાકીદની સહાયની માગ
* કૃષિ ઉત્પાદનમાં નુકશાન પેટે નાના અને સિમાંત ખેડૂતોને સહાય પેટે રૂ.૫૩૧.૩૯ કરોડ અને અન્ય નાના, સિમાંત ખેડૂતોને રૂ.૭૫૩.૬૨ કરોડની સહાય આપો.
* શાકભાજી અને ઘાસચારા માટે ઇન પુટ સહાય પેટે અનુક્રમે રૂ.૬૦ કરોડ અને ૮૪.૯૪ કરોડની સહાય.
* વરસાદી પાણીના સંગ્રહ માટે માળખાકીય સુવિધા ઊભી કરવા રૂ.૬૬.૨૫ કરોડ.
* સ્પ્રિન્કલર ઇરિગેશન માટે રૂ.૧૨.૫૦ કરોડ.
* કૃત્રિમ વરસાદ પેટે રૂ.૩૦ કરોડની સહાય.
* ડીઝલ પમ્પ ચલાવવા પૂરેપૂરી ડીઝલ સબસિડી આપવી.