ધોરાજી તા.૩:
ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ જુનાગઢ એના માવતરે જઈ એમના દીયરે પતિની મદદગારીથી અવારનવાર બળાત્કાર ગુજારતા પોલીસ ફરિયાદ કરતા જુનાગઢ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોધી ધોરાજી પોલીસને તપાસ માટે ફરિયાદ મોકલી આપી છે.
- ઝિરો નંબરથી ફરિયાદ લઈ જૂનાગઢ પોલીસે ધોરાજી થાણાને મોકલી આપી
શહેરના બહારપરા વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાએ દીયરની હરકતથી ત્રસ્ત થઈ જઈ જુનાગઢ એમના માવતરને ત્યાં પહોંચી ગઈ હતી અને સ્ફોટક આક્ષેપ કરી એવી ફરિયાદ નોધાવી હતી કે, તેમનો દીયર આમદમિયા રઝાકમિયા મટારી છેલ્લા એક વર્ષથી એમની ઈચ્છા વિરૂદ્ધ બળાત્કાર ગુજારતો હતો. એમાં એનો પતિ અબ્દુલવહાબ મટારી મદદગારી કરતો હતો.
એમના દિયરની હરકત વિશે અવારનવાર ફરિયાદ કરતા 'આવુ તો ચાલ્યા જ કરે' એમ કહી એમને મદદ કરતો રહ્યો હતો. જુનાગઢ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોધી ધોરાજી પોલીસને તપાસ માટે ફરિયાદ મોકલી આપી છે.