ન્યૂયોર્ક, 4 ઓગસ્ટ
અમેરિકામાં ફરી આકાર લીધેલા યુનિર્વિસટી વિઝા ફ્રોડ કૌભાંડને કારણે ૪૫૦ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે જેમાં મોટાભાગનાં ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. . એક વર્ષ પહેલાં આવા જ વિઝા કૌભાડમાં સંડોવાયેલી 'શામ' ટ્રાઈ વેલી યુનિર્વિસટી બંધ કરવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. વિઝા ફ્રોડ માટે યુએસ ફેડરલ સત્તાવાળાઓ દ્વારા કેલિર્ફોિનયાની સન્નીવેલ હેરગ્યુઅન યુનિર્વિસટીનાં સીઈઓ જેરી વાંગ સામે આ કૌભાંડ આચરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આ યુનિર્વિસટીમાં અભ્યાસ કરી રહેલા આશરે ૪૫૦ વિદ્યાર્થીનાં ભાવિ સામે ખતરો સર્જાયો છે.આમાનાં મોટાભાગનાં ભારતીય વિદ્યાર્થીઓ છે. આ ઘટનામાં ૪૫૦ વિદ્યાર્થીના ઈમિગ્રેશન સ્ટેટસ ચકાસવામાં આવી રહ્યા છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતના હોવાથી તેમનાં ભાવિ સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. યુનિર્વિસટીના ૩૪ વર્ષના સીઈઓ વાંગ દ્વારા વિઝા મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.
વિદેશના વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તેણે બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેની સ્કૂલ એક્રેડિશન ધરાવતી જ નહોતી.
જો વાંગનો આ ગુનો સાબિત થાય તો વાંગને ૨૩ વર્ષની સજા થઈ શકે છે અને ૧૦ લાખ ડૉલરનો દંડ થઈ શકે છે.