Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 04:44:41 PM IST
 

ડેનિયલ ક્રેગ સાથે લગ્ન બાદ ખૂબ ખુશ છું : રાશેલ વેઇઝ

Aug 04, 2012 Entertainment > Hollywood
 
Tags:   Rachel Weisz Hollywood Daniel Craig comment     E-Mail     Print    
 
Viewed: 1361
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. 04

ભૂતપૂર્વ ફેશન મોડલ અને અભિનેત્રી રાશેલ વેઇઝે કહ્યું છે કે ડેનિયલ ક્રેગ સાથે લગ્ન કર્યા બાદ તે હાલમાં ખૂબ જ ખુશ છે. રાશેલનું કહેવું છે કે લગ્ન બાદ તેની લાઇફ ખૂબસૂરત બની ગઈ છે. રૂપેરી પડદાના વર્તમાન 'જેમ્સ બોન્ડ' ડેનિયલ ક્રેગ સાથે થોડા સમય સુધી પ્રેમમાં રહ્યા બાદ રાશેલે તેની સાથે જૂન, ૨૦૧૧માં લગ્ન કરી લીધાં  હતાં. ડેનિયલ ક્રેગ સાથેનાં લગ્નજીવનથી તે સંપૂર્ણપણે સંતુષ્ટ હોવાની વાત કરતાં રાશેલે જણાવ્યું કે ડિરેક્ટર ડેરેન સાથેના તેના સંબંધો થકી જન્મેલો ૬ વર્ષીય પુત્ર હેન્રી પણ ડેનિયલ સાથે ખુશ છે. રાશેલે ઉમેર્યું હતું કે તેની લાઇફમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત પરિવાર છે. પરિવારને તે સૌથી વધારે મહત્ત્વ આપે છે.

૪૨ વર્ષીય રાશેલ ૨૦૦૯માં 'ડ્રીમ હાઉસ'ના સેટ ઉપર જેમ્સ બોન્ડને પહેલી વાર મળી હતી ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ફિલિપાઈન્સમાં ફિલ્મનાં શૂટિંગ દરમિયાન બંનેના સંબંધ વધુ મજબૂત બન્યા હતા. રાશેલનું કહેવું છે કે ડેનિયલ ક્રેગ ઉમદા વ્યક્તિ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com