લંડન., 4 ઓગસ્ટ
છેલ્લા એક વર્ષથી જોયેલું સ્વપ્ન માત્ર પાંચ દિવસમાં ચકનાચૂર થઇ ગયું છે. લંડન ઓલિમ્પિક્સ માટે અમારી તૈયારી ખૂબ જ સારી હતી અને ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહીશું તેવી એક આશા હતી, જોકે, અમારી ટીમે પ્રથમ ત્રણ મેચમાં જ એટલો કંગાળ દેખાવ કર્યો કે તે હવે મેડલની રેસમાંથી બહાર થઇ ગઇ છે. ટીમમાં કેટલાક એવા પ્લેયર છે જે માત્ર પોતાના નામની આગળ ઓલિમ્પિયન લગાવવા જ આવ્યા હતા.
ટીમને એવા જ પ્લેયરની જરૃર હોય જેનામાં દેશદાઝ હોય અને દેશની પ્રતિષ્ઠા બચાવવા છેલ્લે સુધી લડવાનો ફાઇટિંગ સ્પિરિટ હોય. મને એ વાત જણાવતં ખેદ થાય છે કે ભારતીય હોકી ટીમના મોટાભાગના પ્લેયરોમાં દેશદાઝ, ધગશ જોવા મળી નથી અને તે જ શરમજનક દેખાવનું મુખ્ય કારણ છે. તમે માત્ર ઓલિમ્પિયનનાં લેબલ લાગવાથી સંતુષ્ટ હો તો તમારી કોઇ જ જરૃર નથી. હું એવા સ્પોર્ટ્સ કલ્ચરમાંથી આવું છું કે જ્યાં પ્લેયર્સ ગ્રાઉન્ડની બાજુમાં જ પોતાનું કોફિન સાથે રાખવા તૈયાર હોય છે. ભારતીય પ્લેયરોમાં આ પ્રકારનું કમિટમેન્ટ નહીં આવે ત્યાં સુધી હોકીમાં તેને સફળતા નહીં મળે.