Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:17:50 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બોલિવૂડ : ફ્રેન્ડશીપ સૌનો મનપસંદ વિષય

Aug 05, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Friendship Day Bollywood Movie Dosti Dostana Sholey Dil Chahta Hai New York Kuch Kuch Hota Hai Namak Haram Anand Sangam Raj Kapoor Amitabh Bachhan Rajesh Khanna comment     E-Mail     Print    
 
Viewed: 1399
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 5 ઓગસ્ટ

વિશ્વમાં પાંચમી ઓગસ્ટનાં રોજ 'ફ્રેન્ડશીપ ડે' મનાવવામાં આવે છે. આ એક સંબંધ એવો છે, જે સ્વાર્થ વગરનો હોય છે. માણસ પોતાના મિત્ર સાથે પોતાની આદતો, કુટેવો અને લાગણીઓ વહેંચી શકે છે. મિત્રતા જ એક એવો સંબંધ છે, જેમાં બે મિત્રો એકબીજાને પોતાની ખામીઓ સાથે એકબીજાને સ્વીકારે છે. જે કોઈને ના કહી શકાય તેવી તમામ વાતો માણસ પોતાના મિત્ર સાથે Share કરી શકે છે.

કોઈપણ માણસ પાસે પોતાના લોહીનાં સંબંધો બાદ સૌથી કિંમતી સંબંધ તેની મિત્રતાનો હોય છે. ફ્રેન્ડશીપ નો વિષય બોલિવૂડની ફિલ્મોમાં પણ પસંદનો રહ્યો છે. બોલિવૂડની ફિલ્મોમાં દોસ્તી પરની ફિલ્મ યાદ કરતાની સાથે જ રાજશ્રી પ્રોજકશનની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ 'દોસ્તી' ચોક્કસથી યાદ આવી જાય, જેમાં એક આંધળો અને એક અપંગની મિત્રતાને અદ્દભૂત રીતે વર્ણવવામાં આવી છે.

દોસ્તી ફિલ્મ બાદ બોક્સ ઓફિસ પર મિત્રતાને લઈને બનેલી ફિલ્મ 'શોલે' સૌથી વધુ હિટ સાબિત થઈ હતી, જેમાં ધર્મેન્દ્ર અને અમિતાભની કોમેડી સાથેની દોસ્તી બતાવવામાં આવી છે. ઉપરાંત 'મેરે હમદમ મેરે દોસ્ત' 'આનંદ' 'દિલ ચાહતા હૈ' 'થ્રી ઈડિયટ્સ' 'તેજાબ' 'કુછ કુછ હોતા હૈ' 'જિંદગી ના મિલેગી દોબારા' 'ન્યૂયોર્ક' 'રોક ઓન' જેવી અનેક ફિલ્મો ફ્રેન્ડશીપ પર બની ગઈ છે. આ તમામ ફિલ્મોની સફળતા એ સૂચવે છે કે દોસ્તી માણસ માટે કેટલી જરૂરી છે.

ફિલ્મ વિવેચક રાજકમલ જણાવે છે કે, 'દર્શકોને એવી ફિલ્મો વધુ પસંદ આવે છે, જેમાં તેઓ પોતાની લાગણીઓને જોડી શકે. દોસ્તી પર આધારિત ફિલ્મો દર્શકોને એટલા માટે પસંદ આવે છે, કેમ કે તેમનાં પોતાના જીવનમાં પણ મિત્રોનું સ્થાન આગવું હોય છે.'

ફિલ્મ 'સંગમ' માં રાજકપૂર અને રાજેન્દ્ર કુમારની દોસ્તી બતાવવામાં આવી છે, જેમાં બંને મિત્રો એક જ યુવતીને પ્રેમ કરતાં હોય છે, પરંતુ રાજેન્દ્ર કુમાર પોતાના મિત્ર માટે પોતાના પ્રેમનું બલિદાન આપી દે છે. ફિલ્મ 'નમક હરામ' માં પણ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની ઘનિષ્ઠ મિત્રતા બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં અમિતાભ પૈસાદાર અને રાજેશ ખન્ના ગરીબ હોવા છતાં તેમની મિત્રતાને કોઈ બંધન નડતાં નથી. અમિતાભની ભૂલનાં કારણે રાજેશ ખન્નાનું મોત થઈ જાય છે, જેથી અમિતાભ સામેથી જેલમાં પોતાની સજા ભોગવવા તૈયાર થઈ જાય છે.

70નાં દાયકાની સૌથી હિટ ફિલ્મ 'શોલે' માં પણ અમિતાભ બચ્ચન સિક્કાની મદદથી પોતાના મિત્ર ધર્મેન્દ્રનું મોત પોતાના માથે લઈ લે છે. આ ફિલ્મનું ગીત 'યે દોસ્તી હમ નહીં તોડેગે..'પણ આજ સુધી યુવાનોમાં સૌથી વધુ ગવાતું ગીત છે. ફિલ્મ 'તેજાબ' માં પણ ચંકી પાંડે અનિલ કપૂરની દરેક મુશ્કેલીમાં સાથ આપે છે અને છેલ્લે મિત્ર માટે મોતને પણ ભેટે છે.

'મુન્નાભાઈ અને સર્કિટ' ની જોડી પણ બોક્સ ઓફિસ પર દર્શકોને ખૂબ જ ગમી હતી. ફિલ્મ 'પાર્ટનર' માં ગોવિંદા અને સલમાન ખાનની દોસ્તીને કોમેડીનાં અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મ 'દિલ ચાહતા હૈ' 'રોક ઓન' જેવી ફિલ્મોમાં પણ મિત્રોની એવી જીંદગી બતાવવામાં આવી છે, જેમાં તેઓ પોતાની લવલાઈફથી લઈ એડવેન્ચર લાઈફ અને પોતાની કેરિયર લાઈફ સુધી સાથે રહેતાં હોય છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com