Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 03:30:49 AM IST
 

ટિન્ટુ લુન્કા ઓલિમ્પિક્સ મેડલ મેળવવા સક્ષમ

Aug 05, 2012 Sports > Olympic 2012
 
Tags:   London Olympics 2012 Indian Player P T Usha comment     E-Mail     Print    
 
Viewed: 475
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 5, ઓગષ્ટ

ભારત ઓલિમ્પિક્સની એથ્લેટિક્સમાં ક્યારેય મેડલ મેળવવા સફળ રહ્યું નથી, જોકે આ વર્ષે મેડલ મેળવવાની આશા જીવંત બની છે. આ વખતે ટિન્ટુ લુન્કા ૮૦૦ મીટર દોડમાં ભારતને મેડલ અપાવે તેવી સંભાવના છે. ટિન્ટુ લુન્કાનો દેખાવ છેલ્લા ઘણા સમયથી શાનદાર રહ્યો છે અને તેની તૈયારીઓ પણ ઘણી સારી છે, તેના પર રાખેલી મેડલની આશા ઠગારી નીવડશે નહીં.

એથ્લેટિક્સના પ્રથમ દિવસે ભારતનો દેખાવ અપેક્ષા પ્રમાણે રહ્યો નથી, જોકે ક્રિષ્ના પૂનિયાએ ફાઈનલમાં પહાંચવાની સિદ્ધિ મેળવી હતી પણ મેડલ મેળવી શકી નહોતી, તેનો દેખાવ સારો કહેવાય પણ ભારતને મેડલની જરૂર હતી તે અપાવી શકી નહોતી, આ સિવાય બીજા એથ્લેટોએ નિરાશ કર્યા હતા. આ વર્ષે પણ ભારત એથ્લેટિક્સમાં મેડલ નહિ મેળવે તો નિરાશા થશે, જોકે ટિન્ટુ લુન્કા આ વખતે નિરાશ થવા દેશે નહિ તેવો મને પૂરો વિશ્વાસ છે. મિલ્ખાસિંહ અને હું સહેજ માટે મેડલ માટે ચૂકી ગયા હતા.

આ અવસર ચૂક્યા બાદ ભારતને મેડલ મેળવવા વધારે તક મળી નથી. ટિન્ટુ ૮૦૦ મીટર ઉપરાંત ૪૦૦ મીટરની પણ શાનદાર ખેલાડી છેજોકે ૮૦૦ મીટર પર ધ્યાન આપવા મળે તે માટે ૪૦૦ મીટરમાં ભાગ લેવા દીધો નહોતો.

પી. ટી. ઉષા(પૂર્વ ઓલિમ્પિયન)
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com