ખંભાળિયા તા. ૫
જામનગર જિલ્લા શિક્ષણા કચેરી હેઠળની જિલ્લાના દરેક તાલુકાની ગ્રાંટેડ શાળાઓના ગ્રાન્ટ એસેસમેન્ટ માટેનું આયોજન હાથ ધરાયું છે.
- શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ કેમ્પ
જામનગર જિલ્લા શિક્ષણાધિકારી રાઠોડનાં માર્ગદશન હેઠળ શિક્ષણ કચેરી ખાતે આ કેમ્પમાં આગામી તા. ૨૦મી ઓગસ્ટનાં રોજ જોડીયા તાલુકો, તા. ૨૧મીના રોજ ધ્રોલ તાલુકો, તા. ૨૨મીના કાલાવડ, તા. ૨૩મીના ભાણવડ, તા. ૨૪મીના રોજ લાલપુર, તા. ૨૫મીના રોજ જામજોધપુર, તા. ૨૮મીના રોજ દ્વારકા તા. ૨૯મીના કલ્યાણપુર તથા તા. ૩૦મીના રોજ ખંભાળીયા તાલુકા બાદ તા. ૩૧મીએ જામનગર ગ્રામ્ય માટેના ગ્રાન્ટ એસેસમેન્ટ કેમ્પમાં ૨૦૦૯/૧૦નાં ગ્રાન્ટ મેમાની નકલ તથા ગ્રાન્ટ હપ્તાના હુકમો સહિતની વિગતો સાથે ઉપસ્થિત રહેવા જણાવાયુ છે.
રાજય સરકાર દ્વારા શિક્ષણ વિભાગનાં વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓ નોકરી દરમિયાન અવસાન પામે તો રહેમરાહે નિયુકિતના બદલે તેમના આશ્રીતોને ઉચ્ચક નાણાંકીય સહાયનો નિયમ બનાવાયેલ. જે અંતર્ગત આવા કેસમાં અવસાન પામેલાઓના વારસદારોએ પંદર દિવસમાં જરૂરી આધારો કમિશ્નર કચેરી ગાંધીનગર ખાતે પહોંચાડવા જણાવાયું છે જેની મંજુરી મળ્યે ચુકવાણા માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીએ કરવા હુકમ પણ કરવામાં આવ્યો છે.