જામનગર તા.૫:
જામનગર શહેરમાં આવેલા છેલ્લા ૧૧૪ વર્ષનાં વરસાદ ઉપર નજર નાખીએ તો અમુક જ દાયકાને બાદ કરતા દરેક દાયકામાં વરસાદે એક કે બે વર્ષ તો થાપ દીધી જ છે. તેમાંય આ વખતની જેમ પાછલા પાંચથી આઠ વર્ષમાં નોંધપાત્ર વરસાદ થયા બાદ જો નહીંવત વરસાદ પડે ત્યારે લોકોના શ્વાસ વધુ અધ્ધર થઇ જાય છે.
- ૧૧૪ વર્ષના ઇતિહાસ પર નજર
- ૨૦૧૨થી પેટર્ન બદલાઇ હોય તેમ ઓછો વરસાદ ચિંતા ઉપજાવી રહ્યો છે
દરમિયાન છેલ્લા ૧૧૪ વર્ષમાં જામનગર શહેરમાં સૌથી ઓછો વરસાદ ૧૯૮૭માં ૧.૩૪ ઇંચ એટલે કે ૩૪.૦૬૬ મી.મી. (હાલ વર્ષ ૨૦૧૨માં અત્યાર સુધી ૩૫ મી.મી. નોંધાય ગયો છે) જયારે સૌથી વધુ વરસાદ વર્ષ ૨૦૧૨માં ૮૨.૫ ઇંચ (૨૦૬૪ મી.મી.) પડયો છે. છેલ્લા તેર વષમાં (૨૦૦૦ થી ૨૦૧૨) ઇ.વ. ૨૦૦૦માં સૌથી ઓછો ૨૫૨ મી.મી. વરસાદ પડયો છે. નોંધપાત્ર છે કે ઇ.સ. ૨૦૧૨માં ૨૭.૫ ઉંચ વરસાદ (૬૮૦ મી.મી.) પડયો હતો.
ઇ.સ. ૧૮૯૯માં ૫.૯ ઇંચ, ૧૯૦૦માં ૬ ઇંચ, ૧૯૦૧માં ૪ ઇંચ એમ જામનગરમાં ૧૮૯૯ થી ૨૦૧૨ સુધીમાં બે આનકડાથી ઓછા ઇંચમાં ૧૫ વખત એવું બન્યું છે કે સમગ્ર મોસમનો દસ ઇંચથી પણ ઓછો વરસાદ પડયો છે. જેમાં છેલ્લે ૧૯૯૫માં પોણા દસ ઇંચ અને ૧૯૯૫માં પોણા આઠ ઇંચ રહ્યો છે.
જયારે ૧૯૯૯માં પણ સાડાનવ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે ૧૦ થી ૨૦ ઇંચ જેટલો વરસાદ પડયો હોય તેવા ૪૩ વર્ષો રહ્યા છે. તેવી જ રીતે ૨૦ ઇંચથી વધુ વરસાદ વાળા બાકીના ૫૬ વર્ષોમાંથી જો ત્રીસથી વધુ વરસદ પડયો હોય તેવા વર્ષ ૧૯૧૧, ૧૯૧૭, ૧૯૨૭, ૧૯૩૩, ૧૯૫૩, ૧૯૫૬, ૧૯૫૯, ૧૯૬૧, ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૦, (૪૭.૯૧ ઇંચ) ૧૯૮૨ (૫૦.૨૯ ઇંચ) ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૯૪, ૧૯૯૭, ૨૦૦૪, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦ રહ્યા છે.
હાલ જયારે વરસાદની ચાતક નજરે રાહ જોવાઇ રહી છે. ત્યારે ૨૦૦૧ થી ૨૦૧૦ સુધીમાં પેટર્ન બાદ હવે જાણે ૨૦૧૨થી પેટર્ન બદલાઇ હોય તેમ ઓછો વરસાદ ચિંતા ઉપજાવી રહ્યો છે.