લંડન, 6 ઓગસ્ટ
પ્રખ્યાત પોપ સિંગર લેડી ગાગાનાં ડાન્સ વીડિયોને અત્યાર સુધી 47 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યાં છે. જો કે લેડી ગાગાનાં અન્ય વીડિયો પણ લોકોએ ખૂબ પસંદ કર્યાં છે. તાજેતરમાં જ લેડી ગાગાએ પોતાની ન્યૂડ તસવીરને ટ્વીટર પર મૂકી હતી, જેને જોઈ લોકો આશ્ચર્યંમાં પડી ગયા હતાં.
હોલિવૂડમાં ગાગા ટ્વીટર પર લોકપ્રિય રહી છે. તેનાં ગીતોનો વીડિયો અને તસવીરો ગાગા નેટ પર અપલોડ કરતી જ રહે છે, પરંતુ તેણે પોતાની ન્યૂડ તસવીર બે વખત ટ્વીટર પર અપલોડ કરી છે. તાજેતરમાં લેડી ગાગાએ ખુરશીમાં બેસેલી ન્યૂડ તસવીરને ટ્વીટર પર મૂકી હતી, જેમાં તે પોતાના પગ ઉપર લઈને બેસી છે.