લંડન, 6 ઓગસ્ટ
હોલિવૂડ અભિનેતા બ્રાડ પીટ શુટિંગ સિવાયનો પોતાનો સમય એન્જેલિના જોલીને આપી રહ્યાં છે અને જોલીને લગ્નની તૈયારીઓ કરાવવામાં મદદ કરી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં બંને લગ્ન કરી લેશે. જો કે 48 વર્ષીય પીટ કહે છે કે પોતાના લગ્નની તૈયારીઓ તે જાતે જ કરવા માંગે છે.
બ્રાડ પોતાના ફ્રાંસ ખાતેનાં મકાનને કલરકામ પણ કરાવી રહ્યાં છે. એક અંગ્રેજી વેબસાઈટનાં જણાવ્યાં અનુસાર એન્જેલિના જોલી જણાવે છે કે તેનાં કરતાં બ્રાડ પીટને લગ્નની વધુ ઉતાવળ છે.