Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:21:33 AM IST
 

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : પીએમ, સોનિયા અને રાહુલે પ્રથમ મતદાન કર્યું

Aug 07, 2012 National
 
Tags:   VP Poll Hamid Ansari Jashwant Singh NDA UPA Vice President Of India comment     E-Mail     Print    
 
Viewed: 673
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્લી, 7 ઓગસ્ટ

દેશના 13મા ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન ચાલુ છે. મતદાન સવારે દસ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. છ વાગે વાગ્યે મત ગણના શરૂ થશે. ત્યારબાદ એક કલાકમાં પરિણામ સામે આવી જશે.

શરૂઆતના એક કલાકમાં મતદાન કરનારાઓમાં રાહુલ ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ,સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સામેલ છે. બીજેપી નેતા એલ.કે અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી,મુરલી મનોહર જોષી, બસપા સુપ્રિમો માયાવતી,અને સપાના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે બપોર પહેલા પોતાનો વોટ આપી દીધો હતો. ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારીના ચૂંટણી એજન્ટ અને સિનીયર વકીલ પ્રવીણ પારેખે જણાવ્યું કે અત્યાર સુધી કુલ 600 મતદાતાઓએ મતદાન કર્યું છે.
 
રાજકીય ગણતરીઓ મુજબ અન્સારીનો વિજય નિશ્ચિત છે. આમ છતા એનડીએએ પોતાને જીતવાના ભરપૂર પ્રયાસો કર્યા છે. એનડીએ તરફથી ભાજપી નેતા જસવંતસિંહ મેદાનમાં છે.

હમીદ અન્સારીને સમર્થન

યુપીએમાં સામેલ પક્ષો (તૃણમુલ સહિત)સાથે સપા, બસપા,ડાબેરી મોરચો, રાજદ અને જનતા દળ(એસ) છે.

જસવંત સિંહને સમર્થન
ભાજપ, જદયુ, શિવસેના સહિત રાજગના બધા પક્ષ અને અન્ના દ્રુમક

અન્સારી જીતે તો રાધાકૃષ્ણની બરાબરી
સંસદના બંને ગૃહમાંથી ચૂંટાયેલા અને પસંદ થયેલા કુલ 790 સભ્યો વોટ આપી શકે છે. અંસારીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂરો થઈ રહ્યો છે. જો તેઓ બીજીવાર ઉપરાષ્ટ્રપતિ ચૂંટાસે તે ડો. એસ રાધાકૃષ્ણ પછી બીજીવાર ચૂંટાનાર તેઓ બીજા વ્યક્તિ હશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com