Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:40:23 PM IST
 

આશ્ચર્યમ્ :બાળકી એકસાથે બંને મોઢાથી જમે છે અને રોવે છે

Aug 07, 2012 Offbeat
 
Tags:   Children Baby Child Child Strange News DNA Medical Technology Health comment     E-Mail     Print    
 
Viewed: 2731
Rate: 3.0
Rating:
Bookmark The Article

જૌનપુર, 7 ઓગસ્ટ

ઉત્તરપ્રદેશનાં જૌનપુરની પોલિટેકનીક નજીક આવેલી એક પ્રાઈવેટ હોસ્પિટલમાં શુક્રવારની રાત્રે એક બાળકીનો જન્મ થયો હતો જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. આ બાળકી બે માથા સાથે જન્મી છે, જો કે આ બાળકી સ્વસ્થ છે. તે એકસાથે બંને મોઢાથી ખાય છે અને બંને મોઢાથી રોવે છે. તેનાં બંને માથાનાં તમામ અંગો અંદરથી અને બહારથી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

આ બાળકી તેના પિતાનું છઠ્ઠું સંતાન છે અને તેની ચાર બહેનો તેમજ એક ભાઈ પણ છે. નર્સિંગ હોમની ડોક્ટર અંજૂએ જણાવ્યું હતું કે, લાઈન બજારની રહેવાસી સુમિત્રા બેનને શુક્રવારની સાંજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમની નોર્મલ ડિલીવરી થઈ શકે તેમ ન હતી, તેથી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.  આ બાળકીનું શરીર એક છે, પરંતુ બે મોઢાની સાથે બે આંખો, બે નાક અને ચાર કાન છે.

ડોક્ટરનાં મત મુજબ આ બાળકી 'ફન્જનાઈટીલ એનામિલી' નાં કારણે બે માથા લઈને જન્મી છે. રંગસૂત્રોની અસામાન્ય સ્થિતિને લીધે બાળકની આવી સ્થિતિ થાય છે. જો કે આવા કેસ લાખોમાં એક હોય છે. જો કે આવા બાળકો લાંબુ જીવી શકતા નથી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com