લંડન, તા. ૭
યુસેન બોલ્ટે ૨૦૦ મીટર દોડમાં સતત બીજા ઓલિમ્પિક્સ ગોલ્ડ માટે પોતાના અભિયાનની શાનદાર શરૃઆત કરી છે. પ્રીલિમનરી રાઉન્ડમાં બોલ્ટે ૨૦.૩૯ સેકન્ડમાં આ રેસ પૂરી કરી પ્રીલિમનરી રાઉન્ડમાં મોખરાનું સ્થાન મેળવવા ઉપરાંત બુધવારે રમાનારી સેમિફાઇનલ માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે.
બોલ્ટે અગાઉ ૧૦૦ મીટરની રેસ ૯.૬૩ સેકન્ડમાં પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. યોહાન બ્લેકે ૨૦.૩૮ સેકન્ડમાં આ રેસ પૂરી કરી સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ૨૦૦ મીટર દોડની ફાઇનલ ગુરુવારે રમાશે. ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બોલ્ટે ૨૦૦ મીટરની દોડ ૧૯.૩૦ સેકન્ડમાં પૂરી કરી વર્લ્ડરેકોર્ડ સર્જવા ઉપરાંત ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.