Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 01:06:22 PM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

આજના ચટપટા સમાચારોની હાઈલાઈટ્સ

Aug 07, 2012 Sports > Olympic 2012
 
Tags:   London Olympics 2012 comment     E-Mail     Print    
 
Viewed: 321
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 7, ઓગષ્ટ
ફેલ્પ્સને સ્વિમિંગપૂલમાં વિચિત્ર ટેવ

અમેરિકાના ચેમ્પિયન સ્વિમર માઇકલ ફેલ્પ્સે ખુલાસો કર્યો છે કે તેને સ્પર્ધામાં ભાગ લેતી વખતે સ્વિમિંગ પૂલમાં લઘુશંકા કરવાની વિચિત્ર ટેવ છે. ફેલ્પ્સે જણાવ્યું હતું કે માત્ર હું નહીં અનેક સ્વિમર આમ કરતા હોય છે. સ્વિમર્સમાં આ એક સાધારણ ટેવ છે.

કેમરુનના સાત એથ્લેટ્સ લાપતા થયા

લંડન ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે આવેલા કેમરુન દેશના સાત પ્લેયર્સ લાપત્તા થઇ ગયા છે. આ સાત પ્લેયર્સમાંથી પાંચ બોક્સર્સ, એક સ્વિમર અને એક ફૂટબોલરનો સમાવેશ થાય છે. કેમરુનના આ પ્લેયર્સની શોધખોળ હાલ બ્રિટિશ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. કેમરુનના પ્લેયર્સ કોઇ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં લાપતા થયા હોય તેવું અગાઉ પણ અનેકવાર બન્યું છે.

મેડલ મળ્યો એટલે રજા જાહેર કરી દેવાઇ!

ગ્રેનેડાના કિરાની જેમ્સે ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલિમ્પિક્સના ઈતિહાસમાં ગ્રેનેડાનો આ સૌપ્રથમ મેડલ છે. આ ઐતિહાસિક વિજયની ઉજવણીના ભાગરૃપે મંગળવારે ગ્રેનેડામાં જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું હતું. કિરાનીએ ૪૩.૯૪ સેકન્ડમાં ૪૦૦ મીટરની દોડ પૂરી હતી.

અણધાર્યા પરિણામનો દિવસ

લંડન ઓલિમ્પિક્સમાં મંગળવારે કેટલાક અણધાર્યા પરિણામ જોવા મળ્યા હતા. ચીનનો એથ્લેટ લિયુ ક્ષિયાંગ અને બ્રિટનનો ફિલિપ્સ ઇદોવુ ફાઇનલમાં પહોંચી શક્યા નહોતા. મંગળવારે સર્જાયેલા આવા જ કેટલાક ચોંકાવનારા પરિણામ ઉપર નજર...

 ક્ષિયાંગ : નસિબ ફરી રિસાયું

ચીનના સુપરસ્ટાર એથ્લેટ લિયુ ક્ષિયાંગને ઓલિમ્પિક્સ મેડલ વિના જ નિવૃત્તિ લઇ લેવી પડશે તેમ જણાય છે. ૧૧૦ મીટરની વિઘ્ન દોડના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લઇ રહેલો ક્ષિયાંગ રેસ શરૃ કરતાંની સાથે જ પ્રથમ હર્ડલ સાથે ટકરાતાં ગબડી પડયો હતો. આમ, ક્ષિયાંગ ફાઇનલમાં ક્વોલિફાઇ કરી શક્યો નહીં. ક્ષિયાંગ અગાઉ ઈજાને કારણે ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિક્સમાં ભાગ લઇ શક્યો નહોતો.

ઇસિનબાયેવા : હેટ્રિક ચૂકી

કારકિર્દીની અંતિમ ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહેલી રશિયાની યેલેના ઇસિનબાયેવાને પોલ વોલ્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. આમ, સતત ત્રીજી ઓલિમ્પિક્સમાં પોલ વોલ્ટમાં ગોલ્ડ મેડલ જીતવાનું ઇસિનબાયેવાનું સ્વપ્ન રોળાયું છે. ઇસિનબાયેવાએ ૪.૭૦ મીટર સાથે બ્રોન્ઝ, અમેરિકાની જેહાન સુહરે ૪.૭૫ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.

લોકલ બોયનો ફ્લોપ શો

બ્રિટનનો ભૂતપૂર્વ ટ્રિપલ જમ્પ વર્લ્ડ ચેમ્પિયન ફિલિપ્સ ઇદોવુ ક્વોલિફાઇંગ રાઉન્ડમાંથી બહાર ફેંકાઇ ગયો હતો. ટ્રિપલ જમ્પની ફાઇનલમાં ક્વોલિફાઇ થવા ઇદોવુ માટે ૧૭.૧૦ મીટરનો જમ્પ લગાવવો જરરૃરી હતો. અલબત્ત ઇદોવુ ૧૬.૫૩નો જ જમ્પ લગાવી શકતાં તેને ક્વોલિફાઇ થવામાં સફળતા મળી નહીં. છેલ્લા કેટલાક સમયથી ઈજાથી પરેશાન ઇદોવુ ૧૪મા ક્રમે આવ્યો હતો.

ઓસી. હોકી ટીમ ફેંકાઇ

ત્રણ વખતની ગોલ્ડ મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાની મહિલા હોકી ટીમ આ વખતે સેમિફાઇનલમાં પણ પહોંચી શકી નથી. સેમિફાઇનલમાં પ્રવેશવા ઓસ્ટ્રેલિયા માટે આર્જેન્ટિના સામેની અંતિમ લીગ મેચમાં વિજય મેળવવો ફરજિયાત હતો. આ મેચ ૦-૦થી ડ્રો પરિણમતાં ઓસ્ટ્રેલિયાની ફાઇનલમાં પ્રવેશવાની આશા ઉપર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું.

ચાર ગોલ્ડ જીત્યા બાદ હોમવર્કનું ટેન્શન!

અમેરિકાની ૧૭ વર્ષીય સ્વિમર મિશી ફ્રેન્કલીને ચાર ગોલ્ડ મેડલ જીતી સપાટો બોલાવ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ તેનું આગામી લક્ષ્યાંક શું છે એમ પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે મારી સ્કૂલનું હોમવર્ક, ક્લાસવર્ક પૂરું કરવું તે પ્રથમ લક્ષ્ય છે. મેં મારી હાઇસ્કૂલને મારી રજા ૧૫ ઓગસ્ટ સુધી લંબાવવા એપ્લિકેશન પણ આપી છે, જેથી હું ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લઇ શકું. સ્કૂલે ૨૮ જુલાઇથી મને રજા આપી હોવાથી ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહી શકી નહોતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com