Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:34:30 AM IST
 

માત્ર કોચની હકાલપટ્ટી પૂરતી નથી, આકરા પગલા જરૂરી

Aug 07, 2012 Sports > Olympic 2012
 
Tags:   London Olympic 2012 Zafar Iqbal Hockey comment     E-Mail     Print    
 
Viewed: 448
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન 7, ઓગષ્ટ

ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમે ફરી એક વખત ખરાબ દેખાવ કરીને રમતપ્રેમીઓને નિરાશ કર્યા છે. ભારતને હોકીમાં મેડલ નહી મળે તેનો નહીં પણ ભારતે અપેક્ષા કરતાં સાવ જ કંગાળ કક્ષાનો દેખાવ કર્યો તેનો અફસોસ છે. ભારતીય હોકી ટીમ પાસે મેડલની અપેક્ષા રાખી જ ન હતી. લંડનથી હોકી ટીમ ભારત પરત ફરશે ત્યારે ફરી એક બે ખેલાડી અથવા કોચની હકાલપટ્ટી કરી સંતોષ માની લેવાશે.

જોકે પરાજયના કારણો શોધવા પ્રયાસ કરાશે નહી. ભારત પાસે વિશ્વકક્ષાના ઘણા ખેલાડીઓ નથી. ભારત પાસે બેથી ત્રણ શાનદાર ખેલાડી છે. જે ઓલિમ્પિક્સ જેવી ટૂર્નામેન્ટ પુરતા નથી. શ્રેષ્ઠ ટીમ પાસે ૧૦ થી ૧૧ ખેલાડીઓ સારા હોવા જોઈએ. ડ્રેગ ફ્લિકર સંદિપસિંહ પાસે ઓલિમ્પિક્સ પહેલા ઘણી આશા હતા. જોકે તે આ આશા પર ખરો ઉતર્યાે નથી. મેચ દરમિયાન તે મેદાનમાં હાજર જ ન હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે.

એક વખતની ચેમ્પિયન ભારતીય હોકીની આવી દયનિય દશા જોઈ દુખ થાય છે. ભારતની ટીમે ફરીથી હોકીમાં બાદશાહતા જમાવી હશે તો પાયાથી સુધારો કરવો પડશે. આ માટે ખેલાડીઓએ પાંચ છ વર્ષનો ભોગ આપવો પડશે. ઓલિમ્પિક્સમાં ભાગ લેવાથી નહી ચાલે ઓલિમ્પિક્સમાં મેડલ મેળવવો પડશે.

ઝફર ઈકબાલ (ભારતીય હોકી ટીમનો ભૂતપૂર્વ સુકાની)

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com