જામનગર,તા,૭
જામનગર જિલ્લામાં અપમૃત્યુના બે બનાવમાં બેના મોત નિપજયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.લાલપુર તાલુકાના મેમાણા ગામે જગદીશસિંહ બાપુભા જાડેજાની વાડીમાં કામ કરતી સાયકુબેનના પતિને બે પત્નીઓ હોય સાયકુબેનને તેના વતનમાં જવું હોય
- ભારાણામાં બેકારીથી કંટાળી યુવાનનો આપઘાત
પણ તેના પતિએ સાતમ આઠમના તહેવારમાં વતન જવાનું કહેતા લાગી આવતા ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. બીજા બનાવમાં ખંભાળિયા તાલુકાના ભારાણા ગામે લખુભા પ્રતાપસિંહ જાડેજા નામના યુવાને બેકારીના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.