જામનગર,તા,૭:
તહેવારો નિમિતે કલ્યાણપુર તાલુકામાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતરે તે પહેલાં જ પોલીસે ર૪પ બોટલ દારૂ, ૧રર બિયરના ટીન સાથે પાંચ શખ્સોને બે વાહનમાં ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે બે શખ્સો નાસી છૂટયા હતા.
- બે કાર સાથે રાજસ્થાનના બે શખ્સો સહિત પાંચની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના લીમડી પાટીયા પાસે પોલીસે શંકાસ્પદ જણાતી અલ્ટો કારની તલાશી લેતા તેમાથી અલગ અલગ બ્રાન્ડની ૭૪ બોટલ તેમજ ૪૮ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કારમાં રહેલા રામ ભીખાભાઈ ગઢવી, નારણ ભોજાણીની ધરપકડ કરી હતી. પોલીસે ર૪૩૮૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.
જયારે ભાણારામ બિશ્નોઈ નાસી છૂટયો હતો. તેવી જ રીતે માળી ગામની સીમમાંથી સફારી ગાડીમાંથી ૧૩૭ બોટલ વિદેશી દારૂ, ૭ર બિયરના ટીન, ચાર મોબાઈલો મળી આવતા ભાણારામ ભીયારામ બિશ્નોઈ, અશોકરાય વાઘા, રામજી બિશ્નોઈ, સવલ બિશ્નોઈને મુદામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જયારે દિલીપ મારવાડીને ફરારી જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ૬૦પ૭૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.