Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:19:55 AM IST
 

૧૦ની પૂરક પરીક્ષામાં નાપાસ થતાં વિર્દ્યાિથનીએ ઝેર પીધું

Aug 08, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 314
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત :

ધો. ૧૦ની પૂરક પરીક્ષામાં પણ નાપાસ થયેલી સિંગણપોરની કિશોરીએ ઝેર પી આપઘાતની કોશિશ કરી હતી.

સ્મીમેર હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સિંગણપોરમાં સહજાનંદ સોસાયટી ખાતે તળાવ ફળિયામાં રહેતી જ્યોતિ જયસિંગ સોસા (૧૭)એ આજે સવારે ઘરમાં ઝેરી દવા પી લેતા સારવારાર્થે તેણીને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ છે, જ્યાં તેણીની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જ્યોતિના પિતા મજૂરીકામ કરે છે. તેણીને ૩ બહેન અને ૧ ભાઇ છે. તેણી ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધો. ૧૦ની પરીક્ષામાં નાપાસ થઇ હતી અને જુલાઇ માસમાં ફરી તેને ધોરણ ૧૦ની પૂરક પરીક્ષા આપી હતી. જેના તાજેતરમાં આવેલા પરિણામમાં જ્યોતિ ફેઇલ થઇ હતી. જેથી નાસીપાસ થઇ આપઘાતની કોશિશ કરી હતી. ચોકબજાર પોલીસે તપાસ આદરી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com