સુરત,તા.૭
હોસ્પિટલોમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટ પર્યાવરણ માટે ખતરાજનક સાબિત થાય છે. બાયોમેડિકલ વેસ્ટને મુદ્દે કેન્દ્ર-રાજ્ય સરકારના કડક નિયમો હોવા છતાં કેટલેક ઠેકાણે બાયોમેડિકલના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો સાંભળવા મળે છે.
- બાયોમેડિકલ વેસ્ટને લઇને જીપીસીબીના આકરા તેવર
- મોટી હોસ્પિટલોએ ઇન્ડસ્ટ્રીની માફક સર્ટિફિકેટ લેવું પડશે
તે સામે જીપીસીબીએ આકરા તેવર દેખાડતા હવે ૧૦૦ બેડ ધરાવતી રાજ્યની હોસ્પિટલોએ કન્સેન્ટ સર્ટિફિકેટ ફરજિયાત લેવું પડશે. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા રાજ્યના ૨૨ જિલ્લાઓમાં આવેલી પ્રાદેશિક કચેરીને કન્સેન્ટ સર્ટિફિકેટનો કડકપણે અમલ કરવાનું ફરમાન જારી કરી દેવાયું છે. જેને લઇને મોટી હોસ્પિટલોએ કર્મચારીઓ સહિત બાયોમેડિકલ વેસ્ટની વિગતો આપીને કન્સેન્ટ સર્ટિફિકેટ લેવું પડશે.
શહેરની હાઇટેક હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યાની સાથે બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ વધ્યું છે. પર્યાવરણ માટે જોખમી એવા બાયોમેડિકલ વેસ્ટ પર નજર રાખવા માટે જીપીસીબીએ 'સીસી એન્ડ એ' (કોન્સોલડેટેડ્ કન્સેન્ટ એન્ડ ઓર્થોરાઇઝેશન) સર્ટિફિકેટ લેવું ફરજિયાત બનાવ્યું છે. હમણાં સુધી પર્યાવરણ પ્રદૂષણને મુદ્દે ઇન્ડસ્ટ્રીઓએ સીસીએ સહિતના સર્ટિફિકેટ લેવા પડતા હતા. તે સામે હવે હોસ્પિટલોએ પણ બાયોમેડિકલ વેસ્ટ માટે સર્ટિફિકેટ લેવું પડશે. જે અંતર્ગત ૧૦૦થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલોને કાયદા હેઠળ આવરી લેવામાં આવશે. નોંધનીય છે કે, સુરતમાં ૫૦થી વધુ બેડવાળી ૩૩ હોસ્પિટલોએ સામાન્ય ઓર્થોરાઇઝેશન લીધું છે. આવી હોસ્પિટલોમાં છેલ્લાં ચાર વર્ષમાં બનેલી હાઇટેક હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. જે પૈકી ૧૦૦થી વધુ બેડવાળી હોસ્પિટલોએ હવે સીસી એન્ડ એ સર્ટિફિકેટ પણ લેવું પડશે.
જીપીસીબીએ કન્સેન્ટ સર્ટિફિકેટને લઇને વાપી, નવસારી, સુરત સહિતની પ્રાદેશિક કચેરીઓને લખેલા પત્રમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, સીપીસીબીની ગાઇડલાઇન પ્રમાણે હોસ્પિટલમાં નીડલ કટર, ડીસઇન્ફેક્ટેડ ચીજવસ્તુઓ, સાફ-સફાઇ, કર્મચારીઓની વિગત સહિત બાયોમેડિકલ વેસ્ટની માહિતી આપવી પડશે. તેને આધારે જ 'સીસી એન્ડ એ' સર્ટિફિકેટ અપાશે. બાયોમેડિકલ નિયમોનું ઉલ્લંઘન થતું જણાશે તો કારણદર્શક નોટિસ આપવામાં આવશે. સુરત જીપીસીબીના પ્રાદેશિક અધિકારી અનિલ પટેલે જણાવ્યું હતું કે, હમણાં સુધી હોસ્પિટલો નિર્ધારિત કરેલા ચાર્જના આધારે ઓર્થોરાઇઝેશન લેતી હતી, પરંતુ તે સામે હવે સીસી એન્ડ એ પણ લેવું પડશે. વધી રહેલા બાયોમેડિકલ વેસ્ટના જોખમ સામે જીપીસીબીએ આવું પગલું ભર્યું છે. સુરત સહિત રાજ્યની તમામ ૧૦૦થી વધુ બેડવાળી હોસ્પિટલોને આ સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે.
સુરત શહેરમાં મોટી હોસ્પિટલોની સંખ્યા
|
બેડની સંખ્યા
|
હોસ્પિટલ
|
|
૫૦૦થી વધુ
|
સિવિલ,સ્મીમેર
|
|
૨૦૦થી ૫૦૦ બેડ
|
અશક્તા
આશ્રમ
|
|
૫૦થી ૨૦૦ બેડ
|
૩૦ હોસ્પિટલ
|
સામાન્ય ઓર્થોરાઇઝેશનનો ચાર્જ રૂપિયામાં
|
બેડની સંખ્યા
|
ચાર્જ
|
|
૫૦૦થી વધારે બેડ
|
૫,૦૦૦
|
|
૨૦૦થી ૫૦૦ બેડ
|
૪,૦૦૦
|
|
૫૦થી ૨૦૦ બેડ
|
૩,૦૦૦
|
|
૫૦થી ઓછા બેડ
|
૨,૦૦૦
|
|
બેડ વગરની હોસ્પિ.
|
૧,૦૦૦
|