Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:07:08 PM IST
 

વિદેશથી મેમરી કાર્ડની આયાતનું ડીઆરઆઇએ કૌભાંડ પકડયું

Aug 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1070
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૭

વિદેશથી યેનકેન પ્રકારે કરોડોરૂપિયાના મેમરી કાર્ડની આયાત કરવાનું કૌભાડ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યું ઇન્ટેલીન્જસ(ડીઆરઆઇ)ની તપાસમાં બહાર આવ્યું છે.એટલું જ નહિં ડીઆરઆઇની તપાસના પગલે ક્સ્ટમે આયાતકાર સહિત છ ને રૂ.૧.૬૩ કરોડની પેનલ્ટી ફટકારી છે.

  • વેપારી લીલારામ સહિત છ જણને ૧.૬૩ કરોડની પેનલ્ટી

વિદેશથી મુદ્રા બંદરે ફ્રીજની અંદર રૂ.૪૨ લાખના મેમરી કાર્ડની આયાત કરનાર અમદાવાદના વેપારી લીલારામ અસુદાની અને તેના ભાગીદાર દિલીપ ઢક્કનને ડીઆરઆઇની ટીમે ઝડપી લઇને તેમની કોફેપોસા હેઠળ ધરપકડ કરી હતી.આ કેસની તપાસ દરમ્યાન કંડલા કસ્ટમ કમિશનરે રૂ.૪૨ લાખના મેમરી કાર્ડ સરકાર હસ્તક જપ્ત કરીને લીલરામ અસુદાની,દિલીપ,દિપક અસુદાની, આનંદ મહેતા,સારવ સુથાર અને રોડેક્સ ઇન્ટરનેશનલ નામની કંપનીને રૂ.૧.૬૩ કરોડની પેનલ્ટી ફટકારી છે.પેનલ્ટીનો કંડલા કસ્ટમ કમિશનર નવનીત ગોયલે ઓર્ડર કર્યા છે જેની જાણ અમદાવાદ ડીઆરઆઇને કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું કે,ફેબ્રુઆરી ૨૦૧૧માં સિંગાપુરથી મુદ્રા બંદર ખાતે ચાર ફ્રીજની આયાત કરવામાં આવી હતી.જેની અંદર મેમરી કાર્ડ હોવાની બાતમી મળતા ડીઆરઆઇની ટીમે ફ્રીજના કોમ્પ્રેસરમાંથી ૨૮,૫૦૦ મેમરી કાર્ડ કિમંત રૂ.૪૨.૭૨ લાખના જપ્ત કરવામાં આવ્યા હતા.રોડેક્સ ઇન્ટરનેશનલ નામથી આયાત કરેલા મેમેરી કોર્ડની તપાસમાં દિલીપ ઢક્કનનું નામ બહાર આવ્યું હતુ. ડીઆરઆઇએ તેની પુછપરછ કરતા લીલારામનું નામ બહાર આવ્યું હતું. ડીઆરઆઇએ બંનેની ધરપકડ કરી હતી.ત્યાર બાદ જામીન પર છુટકારો થયો હતો.તો બીજી તરફ કસ્ટમ ડયુટીની ચોરી કરવા ટેવાયેલા લીલારામ અને તેની સાથે ધંધો કરતા દિલીપની કોફેપોસા હેઠળ ધરપકડ કરવા માટે કેન્દ્રના નાણા મંત્રાલયમાં દરખાસ્ત મોકલાઈ હતી. દરખાસ્ત મંજુર થતાં બનેની કોફેપોસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.મુદ્રા બંદર ખાતે જપ્ત કરાયેલા કન્સાઇમેન્ટની તપાસ કંડલા ક્સ્ટમે કરીને તાજેતરમાં લીલારામને વ્યક્તિગત રૂ.૭૫ લાખની પેનલ્ટી, દિલીપ ઢક્કનને રૂ.૫૦ લાખ, દિપક અસુદાનીને રૂ.૧૦ લાખ,આનંદ મહેતાને રૂ.૧ લાખ,સારવ સુથારને રૂ.૧ લાખ અને રોડેક્સ ઇનેટરનેશનલને રૂ.૨૫ લાખની પેનલ્ટી મળીને કુલ રૂ.૧.૬૩ કરોડની પેનલ્ટી ફટકારીને એક દાખલો બેસાડી દીધો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com