Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 09:19:59 AM IST
 

બૂટલેગર પ્રકરણમાં ડીસીપીએ પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ

Aug 08, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 392
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા તા. ૭

શહેરની મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પી.આઈ.એ ડિસ્ટાફ પાસે મોબાઈલની માંગણી કરતાં એક બૂટલેગર પાસેથી નવો મોબાઈલ ફોન લઈને પી.આઈ.ને આપ્યો હતો. જે પી.આઇ. રજા પર જતાં તેમનો ચાર્જ બીજા એક પી.આઈ.ને સોંપવામાં આવ્યો. જેણે પણ ડિસ્ટાફવાળા પાસે અડધા હપ્તાની માંગણી કરી હતી. એટલે, જીહજૂરિયાઓ પોતાના પી. આઈ. ને જે બૂટલેગર પાસેથી ફોન અપાવ્યો હતો, તેની પાસેથી રૂ. ૨૦ હજાર લઈને ઈન્ચાર્જ પી.આઈ.ને આપ્યા હતા.

પરંતુ આ બંને પી.આઈ બૂટલેગરના ઘરે દરોડો પાડવા ગયા ત્યારે બૂટલેગરે તેમને દરોડો તો પાડીને જુઓ, પછી હું તમારી શું હાલત કરું છું, તેવો દમ ભીડયો હતો. તે પછી એસીપી પણ બૂટલેગરના ઘરે ગયા હતા. પરંતુ બૂટલેગરે તેમને પણ ન કહેવાના શબ્દો કીધા હતા. તેથી પોલીસ અધિકારી ઓએ બૂટલેગર વિરૂદ્ધ કોઈ પગલાં ભર્યા ન હતા. આ સમગ્ર બનાવની તપાસ કરી રહેલા ડી.સી.પી. ક્રાઈમ સુભાષ ત્રિવેદીએ પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.

પુરાવા હાથ લાગ્યા પછી તેઓ બંને પી.આઈ અને એસીપીની પૂછપરછ કરશે તેમ જાણવા મળ્યું છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com