Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 01:57:29 AM IST
 

ટેનિસ કોર્ટના વિવાદનું ભૂત ફરી ધૂણ્યું

Aug 08, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 305
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૭

શહેરના બગીખાના પાસેના ખુલ્લા પ્લોટ પર ટેનિસ કોર્ટ બનાવવા માટે કોર્પારેશન અને કરણ ફાઉન્ડેશન વચ્ચે થયેલો એમ.ઓ.યુ. (કરાર) શંકાના દાયરામાં મૂકાઈ ગયો છે. પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરને કરાર માટે ઓથોરિટી અપાઈ નહીં હોવા છતાં તેમણે કરારમાં સહી કેમ કરી શકે ? તેવી શંકા આજે કોંગ્રેસે વ્યક્ત કરી હતી. જેથી આજે ટેનિસ કોર્ટનું ભૂત ફરી ધૂણ્યું હતું.

  • કોર્પારેશન અને કરણ ફાઉન્ડેશન વચ્ચેનું MOU શંકાના દાયરામાં 

શહેર કોંગ્રેસના પ્રવક્તા એડવોકેટ શૈલેષ અમીને કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૧ માં કોર્પારેશન અને કરણ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચે ટેનિસ કોર્ટ બનાવવા માટે કરાર થયો હતો અને તે કરારને આધારિત રાજ્યસભાના સાંસદ અરૂણ જેટલીએ ટેનિસ કોર્ટ બનાવવા માટે રૂ.૪૦ લાખની ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ, જે કરાર થયો હતો તે કરાર જ શંકા ઉપજાવે તેવો છે.

કારણ કે, કોર્પારેશન અને કરણ ફાઉન્ડેશન વચ્ચે થયેલ કરારમાં મ્યુ.કમિશનર અને ટ્રસ્ટીઓએ સહી કરવી જોઈએ. પરંતુ, કરારમાં સહી પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરે કરી છે. જેમને મ્યુ.કમિશનર વતી કોઈ ઓથોરિટી અપાઈ નથી. તેમ છતાં તેમણે કરારમાં સહી કેવી રીતે કરી ? આ અંગે પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર વી.આર. ચીખલીયાએ કહ્યું હતું કે, જે તે સમયે મ્યુ.કમિશનરની મંજૂરીથી ગાર્ડન વિકસાવવા માટે તે પ્લોટ આપ્યો હતો. કરારમાં સહી મેં જ કરી હતી.પણ સિક્કો કેમ નથી માર્યા ? તે ચકાસવું પડશે અને કરારમાં સહી કરવાની ઓથોરિટી બાબતે મને હાલ યાદ નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com