Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 07:51:14 AM IST
 

એમ. એસ. યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPના ઉમેદવારોની જાહેરાત

Aug 08, 2012 Baroda > Baroda City
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 572
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૭

એમ. એસ. યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) દ્વારા આજે મંગળવારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યુજીએસ અને વીપીની બેઠક પર એબીવીપીના ઉમેદવાર અને કોમર્સ ફેકલ્ટીમાં એસપી ગ્રૂપ તેમજ સાયન્સ ફેકલ્ટીમાં રોયલ ક્લબ સાથે ગઠબંધન કરી એફજીએસના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી.

આગામી ૨૨મી ઓગસ્ટના રોજ યોજાનાર યુનિ. વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ ફેકલ્ટીમાં ગઠબંધન કરી રણનીતિ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે આજે બુધવારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદે યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘમાં જરનલ સેક્રેટરી (જીએસ) અને વાઇસ પ્રેસિડન્ટ (વીપી) માટેના ઉમેદવારોની જાહેરાત કરી હતી.

જાહેરાત બાબતે પ્રદેશ સહમંત્રી સ્મિત ઠક્કુરે જણાવ્યું હતું કે, જીએસની બેઠક પર ટેકનોલોજી ફેકલ્ટીના ત્રીજા વર્ષના મિકેનિકલના વિદ્યાર્થી અને પૂર્વ ફેકલ્ટી જીએસ જયેશ બલાઇની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વીપીની બેઠક પર આર્ટસ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતી સઇ વિચારેની પસંદગી કરવામાં આવી છે. જ્યારે કોમર્સ ફેકલ્ટી ખાતે ગઠબંધિત સરદાર પટેલ (એસપી) ગ્રૂપના ઉમેદવાર દર્શન શાહ અને સાયન્સ પર જૈમિન પટેલની એફજીએસની બેઠક પર પસંદગી કરવામાં આવી છે.

કોમર્સ ફેકલ્ટી ખાતે એફજીએસની બેઠક પર ગત વર્ષના વિજેતા વિદ્યાર્થી સંગઠન હેપ્પી ક્લબ દ્વારા એફજીએસની બેઠક માટે હાર્દિક શર્માની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાય રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે એબીવીપીના ઉમેદવારોની જાહેરાત બાદ એનએસયુઆઇ દ્વારા આવતીકાલે બુધવારે બપોર પછી પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે તેવી જાહેરાત પ્રદેશ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી છે. જોકે, આજે મંગળવારે સર્કિટ હાઇસ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વીપી, યુજીએસ તેમજ ફેકલ્ટી જીએસની બેઠકના ઉમેદવારોની જાહેરાત વિષે ચર્ચા કરવામાં આવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com