Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 03:49:03 PM IST
 

કંડલામાં કસ્ટમ્સની કાર્યવાહી હવે ૨૪ટ૭ ધમધમતી રહેશે

Aug 08, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 238
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૭

દેશના મહત્ત્વના એરપોર્ટ અને મહાબંદરો પર થતાં કાર્ગાના ઢગલાને નિવારવા માટે રાઉન્ડ ધ કલોક કસ્ટમ્સની કાર્યવાહી ચાલુ રખાશે.વડાપ્રધાન કાર્યાલયે ચોવીસે કલાક સાતે દિવસ કસ્ટમ્સના ઓપરેશન ચાલુ રાખવાનો આજે આદેશ કર્યા હતો. સમયસર કાર્ગા ડિસ્પેચ થઈ શકે તે માટે અઠવાડિયાના સાતે દિવસના ચોવીસ કલાક કસ્ટમ્સની કચેરીઓ તમામ મહત્ત્વના દરિયાઈ બંદરો અને એરપોર્ટા ધમધમતા રહેશે.

  • ૧૦ તારીખે આ અંગેની નોટિસ બહાર પાડવામાં આવશે
  • રપમી ઓગસ્ટથી યોજના કાર્યરત થઈ જશે
  • સી પોર્ટ ઉપરાંત દેશના ચાર મોટા એરપોર્ટને પણ આવરી લેવાયા
  • કંડલા સહિતના બંદરો પર થતાં માલનો ભરાવો ઘટશે

વડાપ્રધાન કાર્યાલયે જારી કરેલા આદેશ મુજબ કંડલા, ચેન્નાઈ, કોલકતા, જેએનપીટી અને મુંબઈ મહાબંદરો ખાતે આ સવલત પૂરી પાડવામાં આવશે જયારે દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ અને મુંબઈના એરપોર્ટ ખાતે પણ આ સવલત ચોવીસે કલાક પૂરી પડાશે.

ર૪ટ૭ ઓપરેશન્સ હાલમાં પાયલોટ બેઝેઝ પર શરૂ કરવામાં આવ્યા છે. કસ્ટમ્સ કલીરયન્સ ઉપરાંત સરકારની અન્ય એજન્સીઓ જેવી કે, સંબિંધત પોર્ટ અથવા એરપોર્ટ ઓથોરિટી, ડ્રગ કન્ટ્રોલર, એફએસએસએઆઈ, કવારેન્ટાઈન વગેરે તેમજ ખાનગી સવલતો જેવી કે કસ્ટોડિયન, સીએચએ, બેંક, ટ્રાન્સપોર્ટર વગેરેએ પણ સાતે દિવસ ચોવીસ કલાક ધમધમતા રહેવું પડશે. જેથી કરીને વધી ગયેલા કામના કલાકોમાં પણ કાર્ય સરળતાપૂર્વક પાર પાડી શકાય. હાલ આ નિર્ણય માત્ર ચાર મહિના માટે લેવામાં આવ્યો છે ત્યારબાદ આવી સવલતો અન્ય સ્થળોએ પણ પૂરી પાડવામાં આવશે.

ર૪ટ૭ સેવાઓ ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટની નિશ્ચિત કેટેગરી માટે પણ પ્રાપ્ય બનશે. ઈમ્પોર્ટ માટે 'નો એસેસમેન્ટ નો કલીયરન્સ' કેટેગરીને આવરી લેવામાં આવશે. આ રીતે ૭૦ ટકા ઈમ્પોર્ટની કામગીરીની આવરી લઈ શકાશે જ્યારે એક્ષપોર્ટ માટે ર૪ટ૭ની સવલત એવા એક્ષપોર્ટ માટે પૂરી પાડવામાં આવશે જેઓએ કોઈ જ લાભનો દાવો નહીં કર્યા હોય.

આ સમગ્ર સવલત સારી રીતે ચાલે તે માટે કસ્ટમ્સ કમિશનર દ્વારા જે તે સ્થળે તમામ સ્ટોકહોલ્ડર સાથે બેઠકો

અનુસંધાન પાના નં.૧૩

કરવામાં આવશે. આ સવલત માટે જરૂર પડનારા વધારાના સ્ટાફની હાલના સ્ત્રોતમાંથી જ રેડીપ્લોય કરવામાં આવશે.કોમર્સ વાણીજ્ય વિભાગના સેક્રેટરી અને વિદેશ વેપારના ડાયરેકટર જનરલ પણ ર૪ટ૭ સવલતોને લઈને અન્ય સપોર્ટ એજન્સીઓ સાથે બેઠક કરશે.આગામી ૧૦ તારીખે આ અંગેની નોટિસ ઈસ્યું કરવામાં આવશે અને ત્યારપછીના બે અઠવાડિયામાં એટલે કે રપ ઓગસ્ટથી કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન કાર્યાલયના સુત્રોએ જણાવ્યા પ્રમાણે રેવન્યુ વિભાગ પાયલોટ પ્રોજેકટ અંગે એસેસમેન્ટ કર્યા બાદ આ સવલનું વિસ્તરણ કરવું કે કેમ તેનો પ્રસ્તાવ મુકશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com