Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:43:45 PM IST
 

નાના ભાડિયામાં પતિ સહિત ૫ શખસો દ્વારા મહિલાની હત્યા

Aug 08, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 259
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૭

કચ્છના માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે સૈતાનિયતનો પુરાવો આપતા એક પતિએ મિત્રો સાથે મળી પોતાની પત્નીને જાનથી મારી નાખી, ઘરને સળગાવ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનામાં મોડી રાત્રે માંડવી પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાની સાથે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

  • આરોપીઓએ હત્યાના પુરાવા નાશ કરવા ઘરને પણ આગ ચાંપી

માંડવી પોલીસના સત્તાવાર સૂત્રોએ આપેલ વિગત મુજબ તાલુકાના નાના ભાડિયા ગામે રહેતા વાલજી રામભા ગઢવી નામના શખસે પોતાની પત્ની ખીમશ્રીબેનને સંતાન પ્રાપ્ત ન થતું હોય આ બબાતે ઘર સંસારમાં અવાર-નવાર કંકાસ ના પગલે તેમજ લગ્નેતર સંબંધમાં અન્ય સ્ત્રી સાથે પરણવાના ઓરતા બાંધી આજે મગજમાં હેવાન સવાર થતાં ખીમશ્રીબેનનું કાસળ કાઢીનાખવાના ઇરાદે આજે સવારે ૮થી ૯:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન વાલજી ગઢવી તેમજ તેની સાથેના દેવાંગ ગઢવી અને અન્ય ત્રણ અજાણ્યા શખસોએ પ્રથમ મહિલાની હત્યા કરી, ઘરને જ આગ લગાડી હત્યાના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે મૃતક મહિલાની માતા જેતબાઇ લક્ષ્મણ ગઢવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનામાં આરોપીઓ સામે હત્યા, હત્યાનું ષડયંત્ર તેમજ પુરાવાઓનો નાશ કરી બનાવને આપઘાતમાં ખપાવી દેવા સહિતના હીન પ્રયાસો અંગેની કલમો સાથે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com