ભુજ, તા.૭
હિન્દુ-મુસ્લિમનાં પવિત્ર માસ શ્રાવણ અને રમજાનમાં તહેવારોની મૌસમ ચાલી રહી છે ત્યારે કચ્છનાં ગ્રામ્ય વિસ્તારોની બાગડોર સંભાળતા તલાટીઓને ઉત્સવોની ઉજવણી કરવાનો ચાલુ વર્ષે ખાસ સમય મળે તેવી સંભાવના જાણકારો દ્વારા સ્પષ્ટ નકારવામાં આવી રહી છે, કારણ કે, એકતરફ જિલ્લામાં એક દાયકા પછી પ્રથમવાર અછતનાં ઓછાયા મંડરાઈ રહ્યા છે તો બીજીતરફ ગુજરાત સરકારે પંચાયતીરાજની ર્સ્વિણમ જયંતીની ઉજવણીનો કાર્યક્રમ ધડયો છે તેવામાં તહેવારો દરમિયાન જ તલાટીઓ પર રૂટીન કામગીરીની સાથે અછત તેમજસરકારી ઉજવણીની તૈયારીઓથી કામગીરીનું ભારણ વધ્યું હોવાનું સંબંધિત સૂત્રો જણાવી રહ્યા છે.
- અછતની સ્થિતિના અહેવાલ આપવામાં નવા નિશાળિયા હાંફળા-ફાંફળા
જિલ્લાનાં તલાટી વર્તુળોમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છમાં હજુ સુધી વરસાદ પડયો નથી ત્યારે ઉચ્ચસ્તરીય આદેશનાં પગલે સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસ અને પાણીની વાસ્તવિક સ્થિતિ તેમજ જરૂરિયાત અંગે તંત્રને અહેવાલ આપવાની કામગીરી ઉપરાંત ગુજરાત સરકારે રાજ્યમાં પંચાયતીરાજની ર્સ્વિણમ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે તમામ તાલુકા મથકોએ તા.૧૬-૮થી ૧૭-૯ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં ૧૯૬૩થી લઈને આજદીન સુધી ચૂંટાયેલા તમામ સદ્દસ્યોનું સન્માન કરવાનું આયોજન કર્યુ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોની પંચાયતમાં ચૂંટાયેલા સદ્દસ્યોની કામગીરી પણ તલાટીઓએ કરવાની રહેશે તેવામાં તહેવારોની મૌસમમાં તલાટીઓની કામગીરી બમણી બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાનમાં તલાટી સૂત્રોમાં ચર્ચાતિ વિગત મુજબ પાછલા થોડા વર્ષોથી કુદરતની મહેરબાનીથી પદાધિકારી અને અધિકારીઓનાં માનસપટ પરથી અછત શબ્દ સદંતર ભુંસાઈ ગયો હતો જો કે, એક દાયકા બાદ સંભવત અછતની સ્થિતિ ઉદ્દભવી રહી છે ત્યારે નવા નિશાળિયા જેવા તલાટીઓ હાંફળા-ફાંફળા બની ગયા છે તો બીજીતરફ અછતની કામગીરીમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીનાં તંત્રમાં
અનુભવની કમી આયોજન પર પણ અસર કરશે ત્ ોવી વહેતી થયેલી ચર્ચાઓથી ગ્રામ્યકક્ષાએ પાયારૂપ કામગીરી કરવાની ફરજ બજાવનારા તલાટીઓને અત્યારથી જ અછતની ચિંતા ઉપડી ગઈ છે.