Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:19:32 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ઓસ્ટ્રેલિયા પોલીસની એક ભારતીય પર 1 લાખ ડોલર ઈનામની જાહેરાત

Aug 08, 2012 NRI > Australia
 
Tags:   Indian Austreliya Car Accident Police comment     E-Mail     Print    
 
Viewed: 3046
Rate: 0
Rating:
Bookmark The Article

મોલબર્ન, 8 ઓગસ્ટ

ઓસ્ટ્રેલિયા પોલીસે એક ભારતીય પર એક લાખ ડોલર (લગભગ 57 લાખ)નુ ઈનામ જાહેર કર્યુ છે. આ ભારતીય પર લાપરવાહી સાથે ગાડી ચલાવતા એક વ્યક્તિને મોતને ઘાટ ઉતરવાનો આરોપ છે. ઓસ્ટ્રેલિયામાં ટ્રાફિક નિયમ તોડતા પહેલી વાર આવા કોઈ ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, પુનીત નામનો 19 વર્ષીય આ યુવક લર્નીંગ લાઈસન્સ પર ગાડી ચલાવી રહ્યો હતો. ગાડી પરનો કાબૂ ગુમાવતા તેણે રસ્તા પર ચાલી રહેલ બે વિધ્યાર્થીઓ ડીન હોફ્સટી અને ક્લેસી ક્લોકર પર ગાડી ચલાવી દીધી હતી. જેમાં હોફ્સટીની મોત થઈ ગઈ હતી, જ્યારે ક્લેંસી ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના 2008ની છે.

આસિસ્ટન્ટ કમિશ્નર રોબર્ટ હિલે જણાવ્યું હતુ કે, પુનીતની ધરપકડ માટે મહત્વના સબૂતો અપનારને ઈનામ આપવામાં આવશે. પુનીત હાલમાં ભાગીને ભારતમાં આવી ગયો છે. હિલે આશા વ્યક્ત કરી છે કે ભારત અને ઓસ્ટ્રેલિયામાં બન્ને જગ્યાએ એવા લોકો છે જે પુનીત વિશે માહિતી આપી શકે છે.

મિત્રને અઢી વર્ષની જેલ

પુનીતને આ કેસમાં 2009માં કડક શરતો પર જમાનત મળી હતી, જેના અંતર્ગત તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. પણ તે 12 જૂન 2009 પોતાના મિત્ર સુખચરણજીત સિંહના પાસપોર્ટ પર ભારત ભાગી ગયો હતો. ઓગસ્ટ 2009માં તે કોર્ટમાં સુનવણીમાં પણ હાજર રહ્યો હતો નહોતો, જેના કારણે સુખચરણજીતને કોર્ટે કાયદાકીય બાબતોમાં દખલઅંદાજી કરવાના આરોપમાં અઢી વર્ષની સઝા ફટકારી હતી.

હરિયાણામાં શોધ શરૂ

ભારતમાં પણ પોલીસે પુનીતને શોધવાનુ શરૂ કરી દીધુ છે. ઓસ્ટ્રેલિયાના એક સમાચારપત્રએ આ કેસ સંબંધીત હરિયાણાના પોલીસ ઉપાધ્યક્ષ અરૂણ કુમારના હવાલા દ્વારા આ માહિતી મેળવી છે. પુનીતના ફોન કોલ રેકર્ડ પર નજર રાખવામાં આવી રહી છે. એક વાર પોલીસ પુનીત સુધી પહોંચી ગઈ હતી, પણ તેમાં તે ભાગવામાં સફળ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા આવવું સહેલુ નથી હવે

પુનીતે માટે ઓસ્ટ્રેલિયા જવુ એટલુ સહેલુ નથી. તેણે પહેલા ભારતમાં ધરપકડ કરી કોઈ કોર્ટમાં રજૂ કરવો પડશે. ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

બીલાડીને બચાવવાન પ્રયત્ન

આ ઘટના એક ઓક્ટોમ્બર 2008ની છે. પોલીસે પુનીત પર આરોપ લગાવ્યો છે કે, તેના બ્લડમાં 0.165 ટકા દારૂનો ભાગ મળ્યો છે. તે 60 કિમી પ્રતિકલાકે ટ્રાફિક લાઈનમાં 148 કિમીની સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો, જ્યારે આ બાબતે પુનીતનો દાવો છે કે તે આટલી ઝડપે ગાડી નહોતી ચલાવી રહ્યો પણ એક બિલાડીને બચાવવાના ચક્કરમાં ગાડી અવળારસ્તે ચડી ગઈ હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com