8 ઓગસ્ટ
રાજ ઘણો પરેશાન હતો અને જ્યારે તેના મિત્ર વિકાસે તેને પરેશાન દેખ્યો તો તેની પરેશાની પૂછી. રાજે તેણે પોતાની પરેશાનીનુ કારણ જ્યારે વિકાસને જણાવ્યુ તો તે હેરાન રહી ગયો. રાજે તેની પરેશાનીનુ કારણ પોતાની ગર્લફ્રેન્ડ રજની છે તેમ જણાવ્યુ હતુ
રાજની ગર્લફ્રેન્ડ રજની ઈચ્છે છે કે રાજ પણ તેની જેમ લાંબા સમય સુધી તેને કિસ કરે. વિકાસે આના જવાબમાં રાજને જે વાત જણાવી તેનાથી તે હેરાન રહી ગયો. વિકાસે રાજાને જણાવ્યું કે આમાં પરેશાન થવાની કોઈ જ વાત નથી, છોકરીઓ હંમેશા ઈચ્છતી હોય છે કે તેઓના પાર્ટનર તેમને લાંબી કિસ કરે.
આપની જાણસારુ એ જાણવી દઉ કે, વિકાસે રાજને જે વાત જણાવી હતી, તે એક અભ્યાસમાં સાબિત પણ થઈ ગઈ છે. હમણાં જ કરવામાં આવેલ એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે, છોકરીઓ પોતાના પાર્ટનરને લાંબી કિસ કરવા માગતી હોય છે, તેમજ તેઓ લાંબી કિસને વધુ મહત્વ આપતી હોય છે.
શોધકર્તાઓએ જણાવ્યું હતુ કે, છોકરીઓ આવુ એટલા માટે ઈચ્છતી હોય છે કારણ કે આના કારણે તેઓની તેઓના સાથી સાથે એક સારી બોન્ડીંગ બને. આ અભ્યામાં સામે આવ્યુ છે કે, પુરૂષો વેટ કિસને વધુ મહત્વ આપે છે.
આના માટે શોધકર્તાઓએ ઘણી મહિલાઓ અને પુરૂષો પર અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે, છોકરીઓ લાંબી કિસ સાથે પાર્ટનરને હગ કરવા પર પણ ભાર આપતી હોય છે. આવુ કરવાથી મહિલાનો સાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે.