Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:09:57 AM IST
 

USમાં ગેરકાયદેસર વસતા ભારતીયોને વતન વાપસી પર મળશે રાહત

Aug 08, 2012 NRI > US
 
Tags:   America Indian Native plece NRI Indian origin comment     E-Mail     Print    
 
Viewed: 17229
Rate: 2.6
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, 8 ઓગસ્ટ

ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સનો ૩૦,૦૦૦ ભારતીયોને લાભ મળશે

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતાં જુદા જુદા દેશોના કુલ ૧૭,૬૦,૦૦૦ લોકોને તેમના દેશમાં પાછા મોકલવાની પ્રેસિડેન્ટ બરાક ઓબામાની સરકારની નીતિથી ૩૦,૦૦૦ ભારતીય યુવાનોને આગામી બે વર્ષ માટે રાહત મળી શકે છે, જેઓ બાળપણમાં અમેરિકા આવ્યાં હતાં.

અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતાં ભારતની સાથે સાથે દક્ષિણ કોરિયાનાં પણ ૩૦,૦૦૦ લોકો છે. અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતાં દક્ષિણ કોરિયાના નાગરિકોને પણ ઓબામા સરકારની આ નવી નીતિથી રાહત મળશે.

જેઓ ૧૬ વર્ષની ઉંમર પહેલાં અમેરિકા આવ્યાં હોય અને જેમની ઉંમર ૩૧ વર્ષથી ઓછી હોય તેમને ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહૂડ અરાઇવલ્સ (ડીએસીએ) અંતર્ગત વધુ બે વર્ષ સુધી અમેરિકામાં રહેવાની છૂટછાટ મળી શકે છે. આ લોકો હાલમાં સ્કૂલમાં હોવાં જોઇએ, હાઇસ્કૂલમાંથી સ્નાતક થયાં હોવાં જોઇએ અથવા તેમણે જનરલ એજ્યુકેશનલ ડેવલપમેન્ટ હાંસલ કર્યું હોવું જોઇએ.

આ યોજનાનો જેમને લાભ મળવાનો છે તેમાંથી લગભગ ૫૭ ટકા લોકો અમેરિકાના પાંચ સ્ટેટ્સ-કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ઇલિનોયમાં રહે છે.

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટયૂટના નેશનલ સેન્ટર ઓન ઇમિગ્રન્ટ ઇન્ટિગ્રેશન પોલિસીની કો-ઓર્ડિનેટર માર્ગી મેક્હગે જણાવ્યું કે, આ યોજનાનો હેતુ યુવાનોને શાળાકીય અભ્યાસ અને હાઇસ્કૂલ ડિપ્લોમા પૂર્ણ કરવાની સુવિધા આપવાનો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com