કવર સ્ટોરી - સુખદેવ આચાર્ય
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ।।
પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।।
અર્થાત્ જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ આગળ વધવા લાગે છે ત્યારે ત્યારે હું જન્મ લઉં છું.
સજ્જનોની રક્ષા તથા દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું યુગોમાં અવતરિત થાઉં છું.
ભગવાન વિષ્ણુએ સોળ હજાર કળાઓથી સંપૂર્ણ શ્રીકૃષ્ણ રૂપે આઠમો અવતાર લીધો. કૃષ્ણ જન્મોત્સવ જ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે અને ગોકુળમાં ગોકુલાષ્ટમી તરીકે ઓળખાય છે. કૃષ્ણના જન્મથી લઈને મૃત્યુ સુધીની અનેક લીલાઓ છે, જેની પાછળ તેમનો કોઈ ચોક્કસ ઉદ્દેશ કે હેતુ રહેલો હતો. શ્રીકૃષ્ણ અનેક યુગોથી આપણી આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. તેઓ ક્યારેક યશોદાના લાલ હતા તો ક્યારેક વ્રજનો નટખટ કનૈયો. ક્યારેક ગોપીઓનાં ચેન છીનવી લેતા તો ક્યારેક વિદુર પત્નીનું આતિથ્ય સ્વીકારતા, તો ક્યારેક અર્જુનને ગીતાનું જ્ઞાન આપતા જોવા મળે છે. શ્રીકૃષ્ણનાં પુત્ર, ભાઈ, પતિ, મિત્ર, પથદર્શક, ઉપદેશક, સારથી અને જગદ્ગુરુ એમ અનેક રૂપ છે અને તેઓ દરેક રૂપમાં સંપૂર્ણ છે. બાળપણમાં તેમણે કંસે મોકલેલા રાક્ષસોનો વધ કર્યો, મામા કંસનો વધ કર્યો, શિશુપાલની ગાળો સાંભળી અને ક્રોધ આવે સુદર્શન ચક્ર પણ ચલાવ્યું. ભગવાન શ્રીકૃષ્ણે જ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ગીતાના માધ્યમથી દિવ્ય સંદેશ આપીને કાયરમાંથી વીર બનાવીને લડવા માટે તૈયાર કર્યા અને સમય આવે તેમણે દુર્યોધનની જાંઘ પર ભીમ દ્વારા પ્રહાર કરાવ્યો. અર્જુનના સારથી બનીને તેમણે પાંડવોને મહાભારતના યુદ્ધમાં વિજય અપાવ્યો.
કૃષ્ણાવતાર કથા
લગભગ દરેક વ્યક્તિ ભાગવત પુરાણમાં વર્ણવેલ શ્રીકૃષ્ણાવતારની કથાથી પરિચિત છે. દ્વાપર યુગમાં પૃથ્વી પર રાક્ષસોનો અત્યાચાર વધવા લાગ્યો હતો. પૃથ્વીમાતા ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે ગયાં. બ્રહ્માજી દેવતાઓને સાથે લઈને પૃથ્વીમાતાને ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ શેષશય્યા પર શયન કરી રહ્યા હતા. બધાએ શ્રીવિષ્ણુની સ્તુતિ કરી, જેથી ભગવાન નિદ્રામાંથી જાગ્યા અને બ્રહ્માજી તથા દેવતાઓને આવવાનું કારણ પૂછયું. પૃથ્વીમાતા બોલ્યાં કે પ્રભુ, હું પાપના ભારથી દબાઈ રહી છું. મારો ઉદ્ધાર કરો.
આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, 'હું વ્રજમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી જન્મ લઈશ. તમે બધા દેવતાગણ વ્રજ ભૂમિમાં જઈને યાદવ વંશમાં અવતાર ધારણ કરો. આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ દેવતાઓએ વ્રજમાં જઈને યદુકુળમાં નંદ-યશોદા તથા ગોપીઓનાં રૂપમાં જન્મ લીધાં.
દ્વાપર યુગના અંતમાં મથુરામાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. ઉગ્રસેનના પુત્રનું નામ કંસ હતું. તેણે ઉગ્રસેનને બળપૂર્વક સિંહાસન પરથી ઉતારીને જેલમાં નાખી દીધા અને પોતે રાજા બની બેઠો. કંસની બહેન દેવકીના વિવાહ યાદવ કુળમાં વાસુદેવજી સાથે નક્કી થયાં હતાં. જ્યારે કંસ દેવકીને વિદાય આપતી વખતે રથ સાથે જઈ રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે, 'હે કંસ! જે દેવકીને તું આટલા પ્રેમથી વિદાય કરી રહ્યો છે તેનો આઠમો પુત્ર તારો સંહાર કરશે.' આકાશવાણી સાંભળીને પોતાના મૃત્યુના ભયથી ભયભીત બનેલા કંસે વિચાર્યું કે દેવકી જ નહીં હોય તો તેનો પુત્ર પણ નહીં હોય, તેથી તે દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો ત્યારે વાસુદેવજીએ કંસને સમજાવ્યું કે તારે દેવકીનો તો કોઈ ભય નથી. દેવકીનું આઠમું સંતાન હું તમને સોંપી દઈશ. પછી તેની સાથે જે કરવું હોય તે કરજો. કંસે વાસુદેવજીની વાત તો માની લીધી, પરંતુ તે બંનેને કારાવાસમાં બંધ કરી દીધાં. આઠમા પુત્રની ગણતરી પહેલેથી કરવી કે છેલ્લેથી કરવી. તેણે વિચાર્યું કે તે દેવકીના એક પણ સંતાનને જીવિત નહીં રહેવા દે. તેણે એક એક કરીને દેવકીનાં સાતેય સંતાનોનો નિર્દયતાપૂર્વક વધ કરી દીધો. હવે કંસ દેવકીના આઠમા સંતાનનો વધ કરવા તત્પર હતો.
આખરે કંસનો કાળ બનીને શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમના રોજ મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. તેમનો જન્મ થતાં જ જેલની અંધારી કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. વાસુદેવજી અને દેવકીની સામે શંખ, ગદા, ચક્ર તથા પદ્મધારી ચતુર્ભુજ ભગવાન પ્રગટયા અને કહ્યું, 'હવે હું બાળકનું રૂપ ધારણ કરું છું. તમે મને ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચાડી દો અને તેમને ત્યાં જન્મેલી કન્યાને અહીં લાવીને કંસને સોંપી દો.' તે જ સમયે વાસુદેવજીની હથકડીઓ ખૂલી ગઈ. દરવાજા તેની જાતે જ ખૂલી ગયા. પહેરેદારો સૂઈ ગયા. વાસુદેવજી શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને ગોકુળના રસ્તે ચાલવા લાગ્યા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તેનાથી રક્ષણ કરવા માટે શેષનાગ છત્ર બનીને આવ્યા. રસ્તામાં યમુના નદી આવી, જેમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. શ્રીકૃષ્ણએ પોતાના પગ લટકાવી પાણીનો સ્પર્શ કરતાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું. યમુના પાર કરીને તેઓ ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચ્યા. નંદજીને મળીને તેમણે શ્રીકૃષ્ણને યશોદાજીની પાસે સુવડાવી દીધા અને કન્યાને લઈને પાછાં કંસના કારાવાસમાં આવી ગયા. જેલના દરવાજા પહેલાંની જેમ બંધ થઈ ગયા. વાસુદેવજીના હાથ હથકડીઓમાં બંધાઈ ગયા અને પહેરેદારો જાગી ગયા. કન્યાના રડવાનો અવાજ સાંભળીને તેમણે કંસને સમાચાર આપ્યા.
પોતાના વધનું કારણ બની શકે તેવા આ આઠમા સંતાનનો વધ કરવા કંસ કારાવાસમાં પહોંચ્યો. તે કન્યાને હાથમાં પકડીને દીવાલ પર પટકીને મારવા માટે તૈયાર થયો તે જ સમયે તે કંસના હાથમાંથી ઊડીને આકાશમાં પહોંચી ગઈ અને દેવીનું રૂપ ધારણ કરીને બોલી, 'હે કંસ! મને મારવાથી શું લાભ? તારો શત્રુ તો ગોકુળમાં પહોંચી ચૂક્યો છે.' આ દૃશ્ય જોઈને કંસ હતપ્રભ અને વ્યાકુળ થઈ ગયો. કંસે શ્રીકૃષ્ણને મારવા માટે અનેક દૈત્યોને ગોકુળમાં મોકલ્યા, પરંતુ શ્રીકૃષ્ણે તમામ દૈત્યોનો વધ કર્યો. મોટા થયા પછી તેમણે મામા કંસનો વધ કર્યો અને ઉગ્રસેનજીને રાજગાદી પર બેસાડયા તથા વાસુદેવ-દેવકીને કારાવાસમાંથી મુક્ત કરાવ્યાં.
નંદોત્સવ
સામાન્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ પારણાં તરીકે ઉજવાય છે. યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઉજવાયો. આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠે છે. ભક્તોને શ્રીકૃષ્ણજન્મનો તત્કાલીન ગોકુળવાસીઓને જેવો આનંદ હતો તેવો આનંદ જ હોય છે.
જન્માષ્ટમી વ્રત
સ્કંદપુરાણમાં જણાવાયું છે કે જે વ્યક્તિ જાણીજોઈને પણ જન્માષ્ટમીના દિવસે વ્રત નથી કરતી તે મનુષ્ય જંગલમાં સર્પ અથવા વાઘરૂપે જન્મે છે. બ્રહ્મપુરાણમાં પણ કહેવાયું છે કે જે વ્યક્તિ શ્રાવણ માસના વદ પક્ષની કૃષ્ણ જન્માષ્ટમીએ વ્રત નથી કરતી તે ક્રૂર રાક્ષસ હોય છે.
જન્માષ્ટમીના દિવસે દરેક વ્યક્તિએ વ્રત-ઉપવાસ કરવા જોઈએ. બ્રહ્મચર્ય તથા અન્ય નિયમોનું પાલન પણ કરવું જોઈએ. ઘરના મંદિરમાં શ્રી બાળકૃષ્ણ (લાલા)ની સ્થાપના કરીને તેમની મૂર્તિને શણગાર સજાવીને પારણાંમાં મૂકીને તેમને ચંદન-પુષ્પ ચઢાવવાં જોઈએ. શ્રદ્ધાપૂર્વક તેમનાં અર્ચન-પૂજન અને આરતી કરવી જોઈએ. લાલાને ભાવતા ભોગ જેમ કે માખણ વગેરે ધરાવવાં જોઈએ. તેમના નામની માળા કરવી જોઈએ. શ્રીકૃષ્ણને ધરાવેલો પંજરીનો પ્રસાદ વહેંચવો જોઈએ. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની વ્રત-પૂજા કરવાથી સંતાન તથા સમૃદ્ધિનું સુખ મળે છે.
મધ્યરાત્રીનું પૂજન
જન્માષ્ટમીના દિવસે મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે તથા મધ્યરાત્રિએ એટલે કે રાત્રે બાર વાગે શ્રીકૃષ્ણની આરતી કરીને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે જન્મોત્સવ ઉજવવામાં આવે છે. લાલાની મૂર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણાંમાં રાખવામાં આવે છે અને ધીરે-ધીરે તેને પારણાંમાં ઝૂલાવવામાં આવે છે. ભક્તો આખી રાત ભજન પણ કરે છે. આરતી તથા બાળકૃષ્ણને ભોજન અર્પણ કરીને આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે.
દહીં-હાંડી ઉત્સવ
હાંડી ઉત્સવ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોકુળ, મથુરા સહિત સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં માટીની એક માટલીમાં દહીં, માખણ, મધ, ફળ વગેરે ભરવામાં આવે છે અને જમીનથી ઊંચે લટકાવવામાં આવે છે. છોકરા તથા છોકરીઓનો સમૂહ તેમાં ભાગ લે છે અને એકબીજા પર ચઢીને તે મટકી ફોડે છે. મહારાષ્ટ્રમાં દહીં-હાંડીની સ્પર્ધા પણ યોજાય છે. જેમાં હાંડી ખૂબ ઊંચે લટકાવવામાં આવે છે અને જે ટીમ મટકી ફોડે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
પાંચ હજાર વર્ષ પૂર્વે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. તેમનું જીવન ઉદ્દેશસભર હતું. તેમણે મનુષ્યરૂપે અવતાર લઈને પૃથ્વી પર અવતરણ કર્યું હતું. મનુષ્ય અવતાર તરીકેનું તેમનું જીવન સુખ, દુઃખ અને મુસીબતોમાં આપણે કેવી રીતે જીવવું તેની પ્રેરણા આપે છે. તેઓ દરેક બાબતે સંપૂર્ણ હતા, તેથી તેમને પૂર્ણપુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે.
આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, 'હું વ્રજમાં વાસુદેવની પત્ની દેવકીના ગર્ભથી જન્મ લઈશ. તમે બધા દેવતાગણ વ્રજ ભૂમિમાં જઈને યાદવ વંશમાં અવતાર ધારણ કરો. આટલું કહીને ભગવાન અંતર્ધાન થઈ ગયા. ત્યારબાદ દેવતાઓએ વ્રજમાં જઈને યદુકુળમાં નંદ-યશોદા તથા ગોપીઓનાં રૂપમાં જન્મ લીધાં.
દ્વાપર યુગના અંતમાં મથુરામાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. ઉગ્રસેનના પુત્રનું નામ કંસ હતું. તેણે ઉગ્રસેનને બળપૂર્વક સિંહાસન પરથી ઉતારીને જેલમાં નાખી દીધા અને પોતે રાજા બની બેઠો. કંસની બહેન દેવકીના વિવાહ યાદવ કુળમાં વાસુદેવજી સાથે નક્કી થયાં હતાં. જ્યારે કંસ દેવકીને વિદાય આપતી વખતે રથ સાથે જઈ રહ્યો હતો ત્યારે આકાશવાણી થઈ કે, 'હે કંસ! જે દેવકીને તું આટલા પ્રેમથી વિદાય કરી રહ્યો છે તેનો આઠમો પુત્ર તારો સંહાર કરશે.' આકાશવાણી સાંભળીને પોતાના મૃત્યુના ભયથી ભયભીત બનેલા કંસે વિચાર્યું કે દેવકી જ નહીં હોય તો તેનો પુત્ર પણ નહીં હોય, તેથી તે દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો ત્યારે વાસુદેવજીએ કંસને સમજાવ્યું કે તારે દેવકીનો તો કોઈ ભય નથી. દેવકીનું આઠમું સંતાન હું તમને સોંપી દઈશ. પછી તેની સાથે જે કરવું હોય તે કરજો. કંસે વાસુદેવજીની વાત તો માની લીધી, પરંતુ તે બંનેને કારાવાસમાં બંધ કરી દીધાં. આઠમા પુત્રની ગણતરી પહેલેથી કરવી કે છેલ્લેથી કરવી. તેણે વિચાર્યું કે તે દેવકીના એક પણ સંતાનને જીવિત નહીં રહેવા દે. તેણે એક એક કરીને દેવકીનાં સાતેય સંતાનોનો નિર્દયતાપૂર્વક વધ કરી દીધો. હવે કંસ દેવકીના આઠમા સંતાનનો વધ કરવા તત્પર હતો.
આખરે કંસનો કાળ બનીને શ્રીકૃષ્ણ શ્રાવણ વદ આઠમના રોજ મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રમાં જન્મ લે છે. તેમનો જન્મ થતાં જ જેલની અંધારી કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. વાસુદેવજી અને દેવકીની સામે શંખ, ગદા, ચક્ર તથા પદ્મધારી ચતુર્ભુજ ભગવાન પ્રગટયા અને કહ્યું, 'હવે હું બાળકનું રૂપ ધારણ કરું છું. તમે મને ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચાડી દો અને તેમને ત્યાં જન્મેલી કન્યાને અહીં લાવીને કંસને સોંપી દો.' તે જ સમયે વાસુદેવજીની હથકડીઓ ખૂલી ગઈ. દરવાજા તેની જાતે જ ખૂલી ગયા. પહેરેદારો સૂઈ ગયા. વાસુદેવજી શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને ગોકુળના રસ્તે ચાલવા લાગ્યા. ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તેનાથી રક્ષણ કરવા માટે શેષનાગ છત્ર બનીને આવ્યા. રસ્તામાં યમુના નદી આવી, જેમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું હતું. શ્રીકૃષ્ણએ પોતાના પગ લટકાવી પાણીનો સ્પર્શ કરતે પાણીનું સ્તર ઘટવા લાગ્યું. યમુના પાર કરીને તેઓ ગોકુળમાં નંદજીને ત્યાં પહોંચ્યા. નંદજીને મળીને તેમણે શ્રીકૃષ્ણને યશોદાજીની પાસે સુવડાવી દીધા અને કન્યાને લઈને પાછાં કંસના કારાવાસમાં આવી ગયા. જેલના દરવાજા પહેલાંની જેમ બંધ થઈ ગયા. વાસુદેવજીના હાથ હથકડીઓમાં બંધાઈ ગયા અને પહેરેદારો જાગી ગયા. કન્યાના રડવાનો અવાજ સાંભળીને તેમણે કંસને સમાચાર આપ્યા.
પોતાના વધનું કારણ બની શકે તેવા આ આઠમા સંતાનનો વધ કરવા કંસ કારાવાસમાં પહોંચ્યો. તે કન્યાને હાથમાં પકડીને દીવાલ પર પટકીને મારવા માટે તૈયાર થયો તે જ સમયે તે કંસના હાથમાંથી ઊડીને આકાશમાં પહોંચી ગઈ અને દેવીનું રૂપ ધારણ કરીને બોલી, 'હે કંસ! મને મારવાથી શું લાભ? તારો શત્રુ તો ગોકુળમાં પહોંચી ચૂક્યો છે.' આ દૃશ્ય જોઈને કંસ હતપ્રભ અને વ્યાકુળ થઈ ગયો. કંસે શ્રીકૃષ્ણને મારવા માટે અનેક દૈત્યોને ગોકુળમાં મોકલ્યા, પરંતુ શ્રીકૃષ્ણે તમામ દૈત્યોનો વધ કર્યો. મોટા થયા પછી તેમણે મામા કંસનો વધ કર્યો અને ઉગ્રસેનજીને રાજગાદી પર બેસાડયા તથા વાસુદેવ-દેવકીને કારાવાસમાંથી મુક્ત કરાવ્યાં.
નંદોત્સવ
જન્માષ્ટમીની ઉજવણી બે દિવસ સુધી થાય છે. એક જન્માષ્ટમીનો દિવસ અને બીજો દિવસ પારણાં તરીકે ઊજવાય છે. યશોદા અને નંદજીના ઘરે પુત્રજન્મ થતાં આખું ગોકુળ તેમને પુત્રજન્મની વધાઈ આપવા આવ્યું અને ધામધૂમપૂર્વક નંદોત્સવ ઊજવાયો. આજે પણ ભક્તો દ્વારા નંદોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠે છે. ભક્તોને શ્રીકૃષ્ણ જન્મનો તત્કાલીન ગોકુળવાસીઓને જેવો આનંદ હતો તેવો આનંદ જ હોય છે.
જન્માષ્ટમી વ્રત
સ્કંદપુરાણમાં જણાવાયું છે કે જે વ્યક્તિ જાણીજોઈને પણ જન્માષ્ટમીના દિવસે વ્રત નથી કરતી તે મનુષ્ય જંગલમાં સર્પ અથવા વાઘરૂપે જન્મે છે. જન્માષ્ટમીના દિવસે દરેક વ્યક્તિએ વ્રત-ઉપવાસ કરવા જોઈએ. બ્રહ્મચર્ય તથા અન્ય નિયમોનું પાલન પણ કરવું જોઈએ. ઘરના મંદિરમાં શ્રી બાળકૃષ્ણ (લાલા)ની સ્થાપના કરીને તેમની મૂર્તિને શણગાર સજાવીને પારણાંમાં મૂકીને તેમને ચંદન-પુષ્પ ચઢાવવાં જોઈએ. શ્રદ્ધાપૂર્વક તેમનાં અર્ચન-પૂજન અને આરતી કરવી જોઈએ. લાલાને ભાવતા ભોગ જેમ કે માખણ વગેરે ધરાવવાં જોઈએ. તેમના નામની માળા કરવી જોઈએ. શ્રીકૃષ્ણને ધરાવેલો પંજરીનો પ્રસાદ વહેંચવો જોઈએ. જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની વ્રત-પૂજા કરવાથી સંતાન તથા સમૃદ્ધિનું સુખ મળે છે.
મધ્યરાત્રીનું પૂજન
જન્માષ્ટમીના દિવસે મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે તથા મધ્યરાત્રિએ એટલે કે રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણની આરતી કરીને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નાદ સાથે જન્મોત્સવ ઊજવવામાં આવે છે. લાલાની મૂર્તિને એક સુંદર રીતે સજાવેલા પારણાંમાં રાખવામાં આવે છે અને ધીરે-ધીરે તેને પારણાંમાં ઝુલાવવામાં આવે છે. ભક્તો આખી રાત ભજન પણ કરે છે. આરતી તથા બાળકૃષ્ણને ભોજન અર્પણ કરીને આખો દિવસ ઉપવાસ રાખવામાં આવે છે.
દહીં-હાંડી ઉત્સવ
હાંડી ઉત્સવ મહારાષ્ટ્ર, ગુજરાત, ગોકુળ, મથુરા સહિત સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ ઉત્સવમાં માટીની એક માટલીમાં દહીં, માખણ, મધ, ફળ વગેરે ભરવામાં આવે છે અને જમીનથી ઊંચે લટકાવવામાં આવે છે. છોકરા તથા છોકરીઓનો સમૂહ તેમાં ભાગ લે છે અને એકબીજા પર ચઢીને તે મટકી ફોડે છે. મહારાષ્ટ્રમાં દહીં-હાંડીની સ્પર્ધા પણ યોજાય છે. જેમાં હાંડી ખૂબ ઊંચે લટકાવવામાં આવે છે અને જે ટીમ મટકી ફોડે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.