Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 06:33:50 AM IST
 

કરજણમાંથી જીપ ઉઠાવનાર પાંચ દિવસના રિમાન્ડ ઉપર

Aug 09, 2012 Baroda > Baroda District
 
comment     E-Mail     Print    
 
Viewed: 260
Rate: 0
Rating:
Bookmark The Article

કરજણ, તા. ૮

કરજણ નવાબજાર જલારામ નગર ખાતે ઘર આંગણે મુકેલ મહેન્દ્ર્ પીકઅપ વાનને પાંચ માસ પર્વે ઉપાડી જનાર ગઠીયો વડોદરામાં ઝડપાતા ત્યાંથી ટ્રાન્સફર વોરંટથી કરજણ લાવી મુદ્દામાલ રીકવર કરવા રિમાન્ડની માંગણી કરી હતી. નામદાર કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.

  • વડોદરા પોલીસે જીપ ઉઠાવગીરને ઝડપી પાડતા થયેલો પર્દાફાશ

કરજણ પોલીસ સ્ટેશન પાછળ આવેલ જલારામ નગરમાં રહેતા રઘુભાઈ વાઘા ભરવાડે પોતાના આંગણામાં મહેન્દ્ર પીક અપ વાન નં. જીજે ૬ ડબલ પી ૪૯૫૮ મુકી હતી ત્યારે તા. ૧૩/૧૪-૩-૧૧ના રોજ રાતના કોઈ ઉઠાવગીર ઉઠાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ અત્રેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અન્ય ગુનામાં પકડેલ એક ઈસમે કરજણ વાહન ચોરીની પણ કબુલાત કરતા તેમજ વડોદરામાં પણ કેટલાક  ગુનામાં સંડોવણી હોય અમદાવાદથી વડોદરા લાવ્યા બાદ અત્રેથી ટ્રાન્સફર વોરંટથી કરજણ ખાતે લાવી મુદ્દામાલ કબજે કરવા પોલીસ રિમાન્ડ માંગતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.

ઝડપાયેલ ઉઠાવગીર અનેક નામ ધરાવે છે. તે કાલોલ તાલુકાના બોરીઅલવા ગામનો રહીશ હોવાનું જણાવે છે. જેનુ નામ સ્ટીફંડ ઉર્ફે રાજુ રાજકુમાર ઉર્ફે સન્ની ઉર્ફે રોકી સાયમંડ ધાબરે રહે. વિલાસરાવ કુબેર પંચાયત બોરી અલવા જણાવે છે.

કરજણથી ઉપાડેલ પીક અપ વાન રાજસ્થાનમાં ડુંગરપુર ગામે નટુભાઈ નામના ઈસમને વેંચી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com