Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:17:53 PM IST
 

એરહોસ્ટેસ આત્મહત્યા : સબૂત મળ્યાં, મંત્રી કાંડા ફરાર

Aug 09, 2012 National
 
Tags:   Air Hostess Gopal Kanda Haryana Geetika Sharma comment     E-Mail     Print    
 
Viewed: 5777
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 9 ઓગસ્ટ

ગીતિકા શર્મા સુસાઈડ કેસમાં ચર્ચામાં રહેલાં હરિયાણાનાં પૂર્વ મંત્રી ગોપાલ કાંડા ફરાર થઈ ગયાં છે. દિલ્હી પોલીસની ત્રણ ટીમે તેમની શોધમાં ગુડગાંવ, સિરસા અને કૈથલમાં છાપો માર્યો છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે પોલીસને કાંડા વિરુદ્ધ સબૂતો મળ્યાં છે. જો કે કાંડાની કંપનીનાં મેનેજર અરુણ ચડ્ઢાની ધરપકડ કરી લેવામાં આવી છે.

નોર્થ વેસ્ટ ડિસ્ટ્રીક્ટ ડીસીપી પી. કરુણાકરણે જણાવ્યું હતું કે, પોલીસં મંગળવારે ગોપાલ કાંડાને પૂછપરછ માટે નોટિસ મોકલી આપી હતી. બુધવારે સવારે 9 વાગે કાંડા ગુડગાંવની પહાડી સ્થિત પોતાના ફાર્મહાઉસથી ઓડી કારમાં બેસીને ક્યાંક જવા નીકળ્યાં હતાં, જ્યાંથી દિલ્હી પોલીસે તેમને પૂછપરછ માટે ફોન કર્યો હતો અને કાંડાએ પોલીસ પાસે ત્રણ દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ પોલીસે ના પાડી હતી.

પોલીસ તપાસમાં મંત્રી કાંડાના એક કર્મચારી મનદીપ સિંહનાં નામે ત્રણ સીમ કાર્ડ હતાં, જેનો ઉપયોગ કાંડા ગીતિકાને ફોન કરવા માટે કરતાં હતાં. બે મહિનાથી ગીતિકા સાથે કોઈ વાત થઈ નથી તેવાં કાંડાનાં નિવેદનને મનદીપનાં નિવેદને ખોટું સાબિત કરી આપ્યું છે. દિલ્હી પોલીસે મનદીપનાં નિવેદનનાં આધાર પર કાંડાની ધરપકડ કરવાની તૈયારીઓ કરી લીધી હતી, જેના કારણે કાંડા ક્યાંક ફરાર થઈ ગયાં છે. જો કે દિલ્હી પોલીસે કાંડાને ભગાડવામાં મદદ કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બુધવારે સવારે 9 વાગે કેશવપુરમ પોલીસ સ્ટેશનમાં કાંડાનાં 10 કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com