નવી દિલ્હી, તા. 09
હવે તમે ફેસબુક યૂઝ કરતા-કરતા સરળતાથી પૈસા પણ કમાઈ શકો છો. વાસ્તવમાં ફેસબુકે એક એવી એપ્લિકેશન લૉંચ કરી છે કે જેના વડે જુગાર રમીને પૈસા જીતી શકાય છે. જો કે આમાં ભાગ લેવા માટે યૂઝરની ઉંમર 18 વર્ષની ઉપર હોવી જરૂરી છે.
હાલ પૂરતું તો ફેસબુકનો ઉપયોગ કરનાર યૂઝર જ આ ગમેનો આનંદ ઉઠાવી શકશે. માનવામાં આવી રહ્યું છે કે આ સુવિધા ભારતમાં ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ જશે. વિશલેશ્કોનું કહેવું છે કે ફેસબુકનો ઉપયોગ કરનારમાં ભારત ત્રીજા નંબરે આવે છે. આવામાં ફેસબુક વધારે દિવસો સુધી આટલા બધાં યૂઝર્સને આ ગમેથી દૂર નહીં રાખી શકે. આ સિવાય આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર નવી નવી એપ્લિકેશન આવી રહી છે.
આ એપ્લિકેશનને બ્રિટનની એક ઑનલાઈન ગેમિંગ કંપનીએ બનાવી છે. ફેસબુરે સ્પષ્ટ કર્યું છે કે ઑનલાઈન પૈસા કમાવાની ગેમ્સ ઘણી લોકપ્રિય છે. અમે માત્ર ગેમિંગ કંપનીનાં રૂપમાં પ્લેટફોર્મ આપી રહ્યા છીએ જેથી લોકો સુરક્ષિત રીતે ફેસબુકનો ઉપયોગ કરીને પૈસા કમાઈ શકે.
આ ન્યૂઝ પર પણ કરો એજ નજર...
|
મૃત્યુ પછી પણ તે મોકલે છે ઈ-મેઈલ! |
| પેન્સિલવેનિયામાં ટિમ હાર્ટના જૂના મિત્ર અને જિમી મેકગ્રોના સંબંધી જેક ફ્રોઈઝનું મોત ગત વર્ષે જૂનમાં થઈ ગયું હતું. પરંતુ તેના મોત પછી તેના ઈ-મેઈલ આઈડી પરથી ... |
|
ફેસબુક તમારી આ બાબત જાહેર કરી દેશે |
| નંબર વન તરીકે જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક તમે ઘણાં સમયથી યૂઝ કરી રહ્યા હોવ પરંતુ તાજેતરમાં કરાયેલ સર્વેથી ફેસબુક તમારી એક એવી બાબત દુનિયા સામે.... |