Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 09:34:28 AM IST
 

વિજય માલ્યાએ કર્મચારીઓને વિશ્વાસમાં લીધા

Aug 09, 2012 Business > Business News
 
Tags:   KIng Fiher Plane Airport Authority Strike Vijay Malya comment     E-Mail     Print    
 
Viewed: 704
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 9 ઓગસ્ટ

અંગત સૂત્રોના જણાવ્યા મુજબ, પગાર ન મળતા નારાજ થયેલ કિંગફીશર એરલાયન્સના કર્મચારીઓને વિજય માલ્યાએ વિશ્વાસ અપાવ્યો છે. પગારમાં લેટ થતાં બુધવારે ફરીથી કિંગફીશર એરલાઈન્સના પાયલોટ કામ પર નહોતા ગયા, જેના કારણે મુંબઈથી જનાર 4 ફ્લાઈટ્સ રદ થઈ ગઈ હતી. 13 ઓગસ્ટ સુધીમાં વેતન આપવાનુ વચન આપ્યા બાદ કર્મચારીઓ કામ પર ગયા હતા.

કિંગફીશર એરલાયન્સના ચેરમેન વિજય માલ્યાએ જણાવ્યું હતુ કે, તેઓને એરલાયન્સના સારા ભવિશ્યનો વિશ્વાસ છે અને રોકાણકારો સાથે મૂડિ ભેગી કરવાની વાત પણ ચાલુ છે.

વિજય માલ્યાના જણાવ્યા મુજબ, રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવાની જરૂરત છે અને, ફ્લાઈટ્સ રદ થવાના કારણે રોકાણકારોના મનમાં પ્રશ્નો ઉભા થાય છે. એફડીઆઈ કે કોઈ બીજી રીતે કિંગફીશરમાં મૂડી જરૂર ઉભી થશે, પણ વિજય માલ્યાએ ચેતવણી આપી છે કે, જો ફ્લાઈટ રદ કરીને તેઓના પર કોઈપણ પ્રકારનુ દબાણ કરવામાં આવશે તો તેઓ પોતાનુ સમર્થન પાછુ ખેંચી લેશે.
 
વિજય માલ્યાના જણાવ્યા મુજબ, ટેક્સ વિભાગ સાથે વિવાદ, અને બેંક ખાતા સીલ થયા હોવાના કારણે પરેશાની થઈ રહી છે. કર્મચારીઓને તેઓના પગાર આપવાની દરેક સંભવત કોશિશ કરવામાં આવી રહી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com