અમેરિકા, 9 ઓગસ્ટ
ચાંદ પર પહેલો પગ રાખનાર દુનિયાનો પહેલો વ્યક્તિ આર્મસ્ટ્રોંગે હ્રદયનુ ઓપરેશન કરાવ્યુ છે. 82 વર્ષીય આર્મસ્ટ્રોંગ ઓપરેશન પછી આરામ કરી રહ્યા છે. એ વાત હજુ સુધી સ્પષ્ટ નથી થઈ કે આર્મસ્ટ્રોંગની સર્જરી ક્યાં થઈ છે. આર્મસ્ટ્રોંગની પત્ની કારોલ સાથે વાત કરનાર નાસાના એક પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, નાસાના પૂર્વ અંતરીક્ષયાત્રી આરામ કરી રહ્યા છે. ગત્ રવિવારે તેઓનો 82મો જન્મ દિવસ હતો.
નાસાના પ્રશાસક ચાર્લ્સ બોલ્ડેને ફેસબુક પર જારિ કરેલ એક નિવેદનમાં આર્મસ્ટ્રોંગના ઝડપી સ્વ્સ્થ થવાની પ્રાર્થના કરી છે. આર્મસ્ટ્રોંગ અપોલો-11 અંતરિક્ષયાનથી 20 જુલાઈ, 1969માં ચાંદ પર પહોંચ્યા હતા. તેઓએ પોતાની સાથી અંતરિક્ષયાત્રી એડવિન એલ્ડ્રિન સાથે લગભગ 3 કલાક ચાંદ પર ચાલ્યા હતા.