Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 05:08:22 AM IST
 

લોહાન સાથે કામ કરવાનો પ્રસ્તાવ ગાગાએ મૂક્યો

Aug 09, 2012 Entertainment > Hollywood
 
Tags:   Lady Gaga.Linsay Lohan Pop Star Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 290
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, 9 ઓગસ્ટ

પોપ ગાયિકા લેડી ગાગાએ કથિત રૂપથી લિંડસે લોહાનને પોતાના નવા મ્યૂઝિક આલબમમાં સાથે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. એક અંગ્રેજી વેબસાઈટનાં જણાવ્યાં પ્રમાણે બંને સ્ટાર્સ ગયા મહિને લોસ એન્જેલસની 'શાતો મૃરમોટ' હોટલમાં સમારોહ દરમિયાન ભેગાં થયાં હતાં, જ્યાં બંને જણાંએ પોતાની  વચ્ચે મિત્રતા થઈ ગઈ હોવાની સાર્વજનિક ઘોષણા કરી હતી અને એકબીજા સાથે ફોટા પણ પડાવ્યાં હતાં.

લેડી ગાગા પોતાની મિત્રતાને પ્રોફેશનલ સ્તર પર નિભાવવા માંગે છે, જેથી તેણે લોહાનને પોતાના વીડિયો આલબમમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. લેડી ગાગા પોતાનો આલબમ 'આર્ટપોપ' રિલીઝ કરવાની તૈયારીમાં છે, જેમાં તે લોહાન સાથે કામ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે લોહાન ઘણાં વર્ષો સુધી જેલમાં રહેવાનાં કારણે કેટલાંક મહિનાઓ પહેલાં જ અભિનય ક્ષેત્ર પરત ફરી છે. હાલમાં તે ટીવી પર પ્રદર્શિત થનાર 'લિજ એન્ડ ડિક' માં એલિઝાબેથ ટેલરની ભૂમિકા કરી રહી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com