મુંબઈ, 9 ઓગસ્ટ
વિવાદાસ્પદ ભારતીય મોડેલે ભારતીય મહિલા મુક્કેબાજ મૈરી કોમની જીતની ખુશી કંઈક આ રીતનું ફોટોશુટ કરીને મનાવી છે. મોડેલ ગહના વશિષ્ઠે મણિપુરની મૈરી કોમની લંડન ઓલિમ્પિકની જીતની ખુશીમાં ન્યૂડ ફોટોશુટ કરાવ્યો હતો.
ગહનાએ જણાવ્યું હતું કે, તે પોતાના ફોટોશુટ દ્વારા લોકોમાં રમતગમત પ્રત્યે જાગરૂકતા લાવવા માંગે છે. તેણે રમતગમતમાં લોકોની ઘટતી જતી રૂચિ પર ચિંતા પણ વ્યક્ત કરી હતી અને લંડન ઓલિમ્પિકમાં હજુ સુધી ભારતને ગોલ્ડ મેડલ ન મળવા પર દુખ વ્યક્ત કર્યું હતું.
ગહનાનાં મતે આપણા દેશમાં લોકો ભ્રષ્ટાચાર અને યોગ્ય પ્રશિક્ષણ ન મળવાને કારણે રમત ગમતમાં જોડાતા નથી. કોમ્પ્યૂટર એન્જિનિયર ગહના બે વર્ષ પહેલાં મોડેલ તરીકે પોતાની કિસ્મત અજમાવવા ભોપાલથી મુંબઈ આવી હતી. 22 વર્ષીય ગહનાને ફિલ્મ 'સરફરોશી' 'ફિલ્મી દુનિયા' અને 'કાંચ' નાનો એવો રોલ મળ્યો હતો. ગહનાએ આ ફોટોશુટ પહેલાં ભારતીય ધ્વજ સાથે ન્યૂડ ફોટોશુટ કરાવ્યો હતો, જેનાં લીધે વિવાદ પણ થયો હતો.