ઈસ્લામાબાદ, 9 ઓગસ્ટ
પાકિસ્તાનનાં સિંઘ પ્રાંતમાં 14 વર્ષની હિન્દુ કિશોરીનુ અપહરણ થઈ ગયુ છે, જેના કારણે આ લઘુમતી સમુદાયના લોકોમાં ચિંતા ઉદભવી છે અને તેઓના ભાગી જવાના પણ સમાચાર મળ્યા છે.
પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના અધ્યક્ષ જેઠામંદ ડૂંગર મલ કોહિસ્તાનીએ જણાવ્યું હતુ કે, જેકોબાબાદથી મંગળવારે નાબાલિક કિશોરી મનીશા કુમારીનુ અપહરણ થઈ ગયુ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી કઈમ અલી શાહે આ કેસની જવાબદારી લીધી છે અને તેઓએ પ્રાંતના અલ્પસંખ્યક બાબતના મંત્રી મોહન લાલને આ બાબતે ધ્યાન આપવા માટે જેકોબાબાદ જવા માટે સૂચવ્યુ છે.
કોહિસ્તાનીએ કહ્યુ હતુ કે, જેકોબાબદથી કિશોરીનુ અપહરણ તથા ગત્ કેટાલક મહિનામાં બલૂચિસ્તાન અને સંઘીય પ્રાંતોમાં 11 હિન્દુ વેપારીઓના અપહરણથી હિન્દુઓના મનમાં ચિંતા ઘર કરી ગઈ છે. હિન્દુઓમાં નિરાશાનુ વાતાવરણ છે, કારણ કે કાયદાકીય વ્યવસ્થા ખોરવાતી જાય છે. ખોરવાતી જતી સ્થિતિથી માત્ર હિન્દુ જ નહી પણ મુસલમાનો પર પણ અસર પહોંચી છે.