ટોરેન્ટો, 9 ઓગસ્ટ
જૂના દિવસોની યાદ તાજી કરતા પૂર્વભારતીય કપ્તાન સુનિલ ગાવસ્કરે ક્રિસ શ્રીકાંતને પોતનો શ્રેષ્ઠ સાથી બેસ્ટમેન ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ‘શ્રીકાંતે મને બેસ્ટમેનના રૂપમાં પૂર્ણ સ્વછંદતા આપી હતી.’
ગાવસ્કરે જણાવ્યું કે શ્રીકાંતે મને એવા શોટ રમવા માટે ઉત્સાહિત કર્યો જે હું નહોતો ખેલતો.એનો મારા ઉપર ખૂબ સકારાત્મક પ્રભાવ રહ્યો છે.
ક્રિકેટના પ્રમોશન માટે ટોરેન્ટો આવેલા ગાવસ્કરે આઈપીએલ વિશે જણાવ્યું કે ટી-20 લીગ ક્રિકેટ માટે ઘણું સારુ છે. પહેલા ખેલાડીઓને રાષ્ટ્રીય ટીમમાં રમવા મળે તો જ આજીવિકાના સાધન કરીકે ક્રિકેટ અપનાવતા હતા. પરંતુ હવે આવું નથી.
ઓસ્ટ્રેલિયાના બોબ સિમ્પસન અને બિલ લોરી તથા મૈથ્યુ હેડન અને જસ્ટિસ લેંગરને તેમણે દુનિયાની સર્વશ્રેષ્ઠ સલામી બેસ્ટમેન જોડી ગણાવી હતી.