Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:01:20 AM IST
 

એથેન્સ એરપોર્ટ પર સુસ્મિતા સેન લુંટાઈ ગઈ,મિત્રએ ભારત મોકલી

Aug 09, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sushmita Sen Athens Airport Mumbai Airport Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 15099
Rate: 4.5
Rating:
Bookmark The Article

એથેન્સ, તા. ૯

રજાઓ માણવા માટે ગ્રીસ ગયેલી બોલિવુડની અભિનેત્રી સુસ્મિતા સેન સાથે થોડા દિવસો પહેલા એથેન્સ એરપોર્ટ પર લુંટની ઘટના બની હતી. મુંબઈ પરત ફરી રહેલી અભિનેત્રીનો ધોળા દિવસે બધો સામાન લૂંટી લેવાયો હતો.

સુસ્મિતાને ગ્રીસથી દુબઈ થઈને ભારત પરત આવવાનું હતુ. તેણે એથેન્સ થી દુબઈ આવવાની ટિકીટ બુક કરાવી હતી અને દુબઈથી તે મુંબઈની ફ્લાઇટ પકડવાની હતી. તે એરપોર્ટ પર ચાર કલાક વહેલી આવી જતા રેસ્ટોરન્ટમાં રાહ જોઈ રહી હતી. જ્યારે તે તેની પાછળ બેઠેલા પુરુષ સાથે વાત કરવા પાછળ ફરી આ જ સમયે લુંટારૃ ગેંગ તેનો સામાન લઈને ભાગી ગઇ. સુસ્મિતા પાસે માત્ર તેણે પહેરેલા કપડાં જ રહ્યાં. માત્ર આઠ થી દસ સેકન્ડમાં જ લુંટની ઘટના બની હતી.

આ ડરામણી ઘટનાની વાત કરતા સુસ્મિતાએ કહ્યું કે થોડીવાર માટે તો મને ખુબ આઘાત લાગ્યો. બાદમાં મે મારી ઓફિસે ફોન કરીને મારી મિત્ર ફરાહ ખાનને કોલ કરવા કહ્યું. ફરાહને ગ્રીસમાં ઘણા મિત્રો છે. ફરાહે તેના મિત્રને એથેન્સમાં કોલ કર્યો અને તેણે મને મદદ કરી, પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પેપર પર રહેલો પાસપોર્ટ આપવામાં આવ્યો અને હું ભારત પરત આવી શકી.

સુસ્મિતાની હેન્ડબેગમાં રહેલા મોબાઈલ, આઈપેડ અને ક્રેડિટ કાર્ટ પણ લુંટાઈ ગયા હતા. સુસ્મિતાના ચોરાયેલા સામાનમાં કપડાં, અન્યચીજ વસ્તુઓ, મોબાઈલ, આઈપેડ, ઘરેણાં, પાસપોર્ટ, યુએસ અને યુકેના વિઝા હતા. એથેન્સના એક અધિકારીના કહેવા પ્રમાણે આ ગેંગ એરપોર્ટ પર ચોરી કરવામાં માહેર છે. સુસ્મિતાએ કહ્યું કે તેની સાથે બનેલી ઘટના ગ્રીસમાં કોઈની પણ સાથે બની શકે છે. તેથી યુરોપના પ્રવાસે જતા લોકો ગ્રીસની મુલાકાત લેતી વખતે સાવધાન રહે.

 
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com