મુંબઈ, 9 ઓગસ્ટ
જાણીતા એક્શન સ્ટાર સુનિલ શેટ્ટીએ કહ્યું છે કે તે ભવિષ્યમાં બોર્ડર જેવી વધુ એક ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે, કેમ કે આ પ્રકારની ફિલ્મો કરવાનું તેને ખૂબ જ પસંદ છે. તાજેતરમાં રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં દર્શનાર્થે પહોંચલા સુનિલ શેટ્ટીએ અનેક મુદ્દાઓ ઉપર વાત કરી હતી, તેણે જણાવ્યું હતું કે તે નાથદ્વારાના શ્રીનાથજીમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને જ્યારે પણ રાજસ્થાન આવે ત્યારે આ મંદિરની મુલાકાત ચોક્કસપણે લે છે.
સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પણ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો અંગે પૂછવામાં આવતાં સુનિલે કહ્યું કે અથિયા હાલમાં ન્યૂયોર્કમાં એક્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે અને ટૂંક સમયમાં ન્યૂયોર્કથી પરત ફરશે, તેને ઘણી ફિલ્મોની ઓફર પણ મળી રહી છે પરંતુ હાલમાં તે અંગે કંઇ વાત કરવાનું ઘણું વહેલું ગણાશે.