ભાવનગર, તા.૯
સાતમ-આઠકના તહેવાર નિમિત્તે આમજનતાને વ્યાજબીભાવે ફરસાણ અને તેલનો જથ્થો આપવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે.આજે સિટી મામલતદાર તંત્ર અને ફરસાણ તેમજ ઓઈલ મિલના વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી.જેમાં ફરસાણ અને તેલના વિક્રેતાઓએ આમજનતાને રાહતદરે તેલ અને ફરસાણ આપવા માટેની સહમતી દર્શાવી હતી.
- તંત્ર અને ફરસાણના વેપારીઓ વચ્ચે બેઠક
આ અંગે સાંપડતી માહિતી અનુસાર સિટી મામલતદાર કચેરીએ સાતમ-આઠમના તહેવાર નિમિતે ફરસાણ અને તેલના વેપારીઓની એક બેઠક બોલવામા આવી હતી.આ બેઠકમાં આગામી તા.૧૦મી સુધી આમજનતાને વ્યાજબીભાવે ફરસાણ અને તેલ મળી રહે તે માટે ભાવો નક્કી કરવામા આવ્યા છે.
જે અનુસાર રૂપિયા ૧૩૦ના ભાવે એક કિલો ફરસાણ, રૂપિયા ૧૩૦ના ભાવે એક કિલો મીઠાઈ(દુધ સિવાઈની) અને રૂપિયા ૨૨૫ના ભાવે એક કિલો મીઠાઈ (દુધવાળી) ઘોઘા જકાતનાકા, સાંઢીયાવાડ, કુંભારવાડા, વડવા, કરચલીયા પરા, શેલારશા પીર, સુભાષનગર, રામમંત્ર મંદિર અને આનંદનગર ખાતે આવેલી દૂકાનને મળશે.તેવી જ રીતે એક કિલો કપાસીયા તેલ રૂપિયા ૭૫ના ભાવે,એક કિલો પામોલિન તેલ રૂપિયા ૬૨ના ભાવે અને એક કિલો શીંગતેલ રૂપિયા ૧૨૦ના ભાવે લક્ષ્મી ઓઈલ, અપના ઓઈલ ડિપો,ઘોઘા ઓઈલ ડિપો અને નાઝ ઓઈલ ડિપો ખાતેથી મળશે.ઘોઘાના મામલતદારે પણ આમજનતાને રાહતદરે મિઠાઈ અને અને તેલ મળી રહે તે માટે વેપારીઓની બેઠક બોલાવી હતી.જેમા ફરસાણાના વેપારીઓ મિઠાઈ અને ફરસાણના ભાવોમા ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો.