Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:41:31 AM IST
 

ગુરુદ્વારામાં ગોળીબાર ઘટનામાં યુએસએમાં શોક

Aug 10, 2012 World
 
Tags:   Gurudwara shoot Preyer US Sikh temple comment     E-Mail     Print    
 
Viewed: 2160
Rate: 1.0
Rating:
Bookmark The Article


વોશિંગ્ટન, તા. ૯

અમેરિકનોએ શોકસભામાં 'અમે બધા શીખ છીએ' લખેલા ટી-શર્ટ પહેર્યાં

અમેરિકાના વિસ્કોન્સિનના ગુરુદ્વારામાં થયેલા ગોળીબારની ઘટનાને લઈને સમગ્ર અમેરિકામાં શોકસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાઓમાં ભારતીય મૂળનાં લોકો સહિત સમાજના દરેક વર્ગનાં લોકોએ ભાગ લીધો હતો.

ન્યૂયોર્કના મેનહટ્ન, વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની સામે, બોસ્ટન, શિકાગો અને સાનફ્રાન્સિસ્કોમાં શોકસભાઓ આયોજિત કરાઈ હતી, આમાં સામેલ લોકોએ રવિવારે ઓક ક્રિકમાં ગુરુદ્વારમાં ગોળીબારમાં માર્યા ગયેલાં છ લોકોની તસવીરો સાથે રાખી હતી. આ લોકોએ આઠ ઓગસ્ટને રાષ્ટ્રીય સ્મરણ અને એકતાના રૂપે મનાવ્યો હતો. શોકસભામાં આવેલાં ઘણાં લોકોએ હુમલાખોરનો એકલા હાથે સામનો કરનાર પોલીસ ઓફિસર બ્રાયન મર્ફીની તસવીર પણ સાથે રાખી હતી. બધાં લોકોએ આ ઘટનાને ખરાબ અને તે દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. લોકોેએ હાથમાં મીણબતીઓ રાખી હતી અને દરેકે એક વિશેષ ટી-શર્ટ પહેર્યું હતું. ટી-શર્ટ પર લખેલું હતું અમે બધાં શીખ છીએ, કેટલાંય લોકોએ હાથમાં બેનર અને પોસ્ટર રાખ્યાં હતાં, તેમાં લખ્યું હતું 'અમે અમેરિકન છીએ, અમે શીખ છીએ, અમે બધાં એક છીએ, શીખ હોવા પર ગર્વ છે.'

અમેરિકાએ કહ્યું છે કે ગુરુદ્વારામાં થયેલા ગોળીબાર મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે તે ભારતને સતત માહિતગાર કરી રહ્યું છે. આ વાત અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહી હતી. અમેરિકા તરફથી આ પ્રતિક્રિયા અમેરિકાના પ્રમુખ ઓબામા દ્વારા મનમોહનસિંહ સાથે થયેલી વાત બાદ આવી હતી. ઓબામાએ મનમોહનસિંહ સાથે ફોન પર વાત કરતાં આ ઘટના પ્રત્યે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com