સુરત તા. ૯
મુંબઇમાં ઓક્ટોબરમાં યોજાનારી વર્લ્ડ ડાયમંડ કોન્ગ્રેસની ૩૫મી સભામાં ડાયમંડની કિર્મ્બિલ પ્રોસેસ અંગે ચર્ચા કરવામાં આવશે. કેપી ચેરપર્સન ગિલિયન મિલોવાનોવિક આ સભામાં હાજર રહેશે.
- પ્રતિબંધિત ડાયમંડ તથા ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસરો અંગે પણ વિશેષજ્ઞા દ્વારા માહિતી આપવામાં આવશે
સભામાં કેપી પ્રોસેસમાં પરિવર્તન અંગેની પ્રસ્તાવના રજૂ કરવામાં આવશે. આ સભામાં પ્રતિબંધિત ડાયમંડ, ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસરો અંગે પણ વિશેષજ્ઞા દ્વારા ચર્ચા કરવામાં આવશે. ભારતમાં પહેલી વખત યોજાનારી વર્લ્ડ ડાયમંડ કોન્ગ્રેસની મિજબાની જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) તથા ભારત ડાયમંડ બૂર્સ દ્વારા કરવામાં આવશે.
વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સ તથા ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનની વર્લ્ડ ડાયમંડ કોન્ગ્રેસ વર્ષમાં બે વાર યોજાય છે. આ વખતે વર્ષ ૨૦૧૨ના બીજા અર્ધર્વાિષક ગાળામાં ઓક્ટોબર મહિનામાં ૧૪થી ૧૭ તારીખ દરમિયાન વર્લ્ડ ડાયમંડ કોન્ગ્રેસ મુંબઇમાં યોજાશે.
વૈશ્વિક સ્તરે વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બૂર્સ સાથે સંકળાયેલાં ૨૮ બૂર્સ તથા જ્યાં હીરાનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવા ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન સાથે સંકળાયેલા ૧૬ એસોસિયેશન વર્લ્ડ ડાયમંડ કોન્ગ્રેસમાં હાજર રહેશે. આ સભામાં વૈશ્વિક સ્તરે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો, ઉદ્યોગના વિકાસ, ડાયમંડની ઉપલબ્ધતા, નવા માર્કેટ તથા ડાયમંડ ઉદ્યોગને સંબંધિત વિવિધ દેશોની પોલિસી અંગે ચર્ચા કરવામાં આવશે.
આ કોન્ફેરેન્સમાં કેપી ચેરપર્સન ગિલિયન મિલોવાનોવિક તેમજ દક્ષિણ આફ્રિકાના મિનરલ રિસોર્સ મિનિસ્ટર સુસાન શાબાન્ગૂ હાજર રહેશે. આ સભામાં કેપી પ્રોસેસમાં પરિવર્તન અંગેની પ્રસ્તાવના રજૂ કરવામાં આવશે. આ સભામાં પ્રતિબંધિત ડાયમંડ, ઇન્ડસ્ટ્રીઝ પર તેની અસરો અંગે પણ વિશેષજ્ઞા દ્વારા ચર્ચા કરવામાં આવશે.