મૂવી રિવ્યૂ - RJ Dhvanit
'ગેંગ્સ ઓફ વાસેપુર -૨' એ વાસેપુરની સીક્વલ છે. જો તમે 'ગેંગ્સ ઓફ વાસેપુર - ૧' જોયું નહીં હોય તો તમને 'વાસેપુર-૨' માં બહુ મજા નહીં આવે . પહેલા કરતા બીજી મૂવી વધારે સારી છે કેમ કે તેમાં પહેલા કરતાં સેક્સુઅલ સીન ઓછા છે. ફિલ્મનો સ્ટાર હીરો છે નવાઝુુદ્દિન સિદ્દિકી. નવાઝુદ્દિનની બોડી સલમાન જેવી નથી કે નથી તેનો ચાર્મ શાહરુખ જેવો. તેણે અક્ષય જેવા સ્ટન્ટ નથી કર્યા. તેમ છતાં પર્ફેક્ટ હીરો લાગે છે ફૈઝલ એટલે કે નવાઝુદ્દિન. ફિલ્મનાં ત્રણ કેરેક્ટર પણ એન્ટરટેઇનિંગ છે પરપેન્ડિક્યુલર, ટેન્જેન્ટ અને ડેફિનેટ. હીરોઈન હુમા કુરેશીની એક્ટિંગ પણ એકદમ નેચરલ છે. ફિલ્મ ગ્રામીણ છે અને સ્ટોરી બદલો લેવાની ભાવના પર છે, કેવી રીતે હીરો પાવરનો યૂઝ કરે છે, ગેંગ બનાવે છે તે જોવા લાયક છે. ઓવરઓલ જે લોકો ગાળો અને ગોળીઓ સહન કરી શકે તેને ગમે તેવી ફિલ્મ છે.