રાજકોટ તા. ૯
રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજન કરાયેલા લોકમેળામાં શિતળા સાતમના દિવસે સવારથી જ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડયા હતા. લોકમેળાના બીજા દિવસે સાંજથી જ મેળામાં હૈયે હૈયુ દળાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડતાં એક તબક્કે રેસકોર્ષ, કિશાનપરા, શારદાબાગ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટાઢી સાતમ હદઇ ગ્રામ્ય પ્રજા શિતળા માતાજીનું પૂજન કરી મેળો માણવા નીકળી પડયા હતાં. અમુક લોકો તો ઘરેથી ભોજન લઇ મેસામાં સવારથી જ આવી ગયા હતાં. સવારના થોડી પાંખી હાજરી બાદ બપોરની શરૂઆત થતાં મેળામાં ભીડ જોવા મળી હતી અને સાંજે સાત વાગ્યાની આસપાસ એક લાખથી વધુ લોકો મેદાનમાં જોવા મળ્યા હતા.
- મોંઘવારી, અછત, દુકાળને વિસરી હસતા ચહેરે આનંદ મનાવતી ખમીરવંતી પ્રજા
- આજે આઠમનાં દિવસે પણ લાખો લોકો મેળામાં ઉમટી પડે તેવો અંદાજ
એક તરય મોંઘવારી અને બીજી તરફ વરસાદ ખેંચાતા ઉભી થયેલી દુષ્કાળ અને અછત જેવી પરિસ્થિતીને ભૂલી સોકોઇ લોકોએ ઉમંગ -ઉત્સાહથી મન ભરી મેળાની મોજ માણી હતી. પાંચ દિવસ એટલે કે રવિવાર સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આજે જન્માષ્ટમીના દિવસે સૌથી વધારે લોકો લોકમેળામાં ઉમટી પડશે. તેવી તંત્રને આશા છે. જો કે, પાંચ દિવસ દરમિયાન ૧૨ લાખ લોકો મેળાની રંગત માણશે. તેવી આશા વહિવટી તંત્ર સેવી રહ્યુ છે. જડબેસલાક પોલીસ બંદોબસ્ત અને કલેકટર કચેરીના રાઉન્ડ ધ કલોક ધમધમતાં કંટેલ રૂમ વચ્ચે સવારથી મોડી રાત સુધી મેળામાં
લોકોએ મોતના કૂવા, ફજર સહિતની યાંત્રિક રાઇડસમાં બેસી આનંદ માણ્યો હતો. બીજી તરફ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર પણ ખાનગી મેળામાં મોડી સાંજથી શહેરીજનો ઉમટી પડયા હતા. આ ઉપરાંત રતનપર, ઇશ્વરીયા ખાતે લોકોએ મેળાની મોજ માણી હતી.
હેડિંગ..રાઇડસમાં માત્ર ત્રણ રાઉન્ડ, ચેકિંગ કાગળ ઉપર
લોકમેળામાં યાંત્રિક રાઇડસના ધંધાર્થીઓએ આ વખતે ટિકીટના ભાવ રૂ.૨૦ રાખ્યા હોઇ અને તેમાંથી ૨૦ ટકા મનોરંજન કર પેટે રકમ ભરવામાં આવતાં વધુ નફાની લાલચે મેળામાં આવતાં લોકોને લૂંટવાનું શરૂ કરી દીધુ હતુ . એક તબક્કે મેળામાં અમુક યાંત્રિક રાઇડસમાં લોકોની લાંબી કતાર જોઇ ઝડપથી બે અથવા ત્રણ રાઉન્ડમાં જ ચક્કર પુરૂ કરી દેવામાં આવતુ હતું રૂ. ૨૦ લીધા બાદ મેળાની રાઇડસમાં બેસી મોજ માણનારને ફજરનું એક જ ચક્કર પુર્ણ કરી ઉતારી દેવાતાં કચવાટ પ્રસરી ગયો હતો. અમુક રાઇડસ તરફથી રૂ.૨૫ પડાવાતા હતા જે બાબતે મનોરંજન કરના સ્ટાફ તરફથી ચેકીંગ થતુ ન હતુ.