Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 03:09:05 AM IST
 

શહેરના મોબાઇલ ફોનના વેપારીની મિલકતો તંત્ર દ્વારા ટાંચમાં લેવાઇ

Aug 10, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 421
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૯

શહેરમાં મોટા પ્રમાણમાં ચીનથી મોબાઇલ આયાત કરીને બિલ વગર જ વેચનાર વેપારીની મિલકતો પર ટાંચ મૂકી દેવામાં આવી છે. કોમર્સિયલ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગત સપ્તાહમાં જ કોર્મિસયલ ટેક્સ વિભાગે શહેરના હરણી રોડ વિસ્તારના મોબાઇલના ડીલરને ત્યાં દરોડા પાડયા હતા. કોર્મિસયલ ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનથી મુંબઇ અને મુંબઇથી વડોદરા ખાતે આયાતી મોબાઇલ સેટ લાવવામાં આવતા હતા. આ મોબાઇલ સેટના વેચાણમાંથી મોટા ભાગના સેટ બિલ વગર જ વેચી દેવામાં આવતા હતા.

  • ચીનથી મોબાઇલ આયાત કરીને બિલ વગર જ વેચાણ
  • લાખો રૂપિયાનો ટેક્સ વસૂલાશે
  • દરોડાના પગલે ભાગી છૂટેલા

કોર્મિસયલ ટેક્સ વિભાગની તપાસમાં મળેલી મહત્વની માહિતીના પગલે મુંબઇમાં ક્સ્ટમ હાઉસ એજન્ટોને ત્યાં પણ ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું.દરમિયાનમાં દરોડાના પગલે ફરાર થઇ ગયેલા વેપારીની મિલકતો ઉપર તંત્ર દ્વારા ટાંચ મૂકી દેવામાં આવી હતી.આ ટાંચ મૂકી દેવામાં આવતા વેપારી ઉપર ધોંસ વધી જવા પામી છે.

 ઉલ્લેખનીય છે કે,ગુજરાતના મોબાઇલના આયાતકારો માટે કામ કરતા ચાર કસ્ટમ હાઉસ એજન્ટો (સીએચએ)ના ત્યાં વેટની ફ્લાઇંગ સ્કવોર્ડના અધિકારીઓએ દરેડા પાડીને મોટીમાત્રામાં આયાતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.દસ્તાવેજોના આધારે કસ્ટમની ચાર ટકા સ્પેશિયલ એડિશનલ ડયુટીનું ખોટી રીતે રિફંડ લેવાનું કૌભાડ પણ બહાર આવ્યું છે.એટલું જ નહિં રજિસ્ટ્રેશન વગર મોબાઇલની આયાતનો ધંધો કરતા વેપારીઓ પણ વેટની ઝપટમાં આવી ગયા છે.

અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટના ૨૨ મોબાઇલના આયાતકારોના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધર્યા બાદ મુંબઇમાં ચાર કસ્ટમ હાઉસ એજન્ટોની તપાસમાં ગુજરાતના વેપારીઓએ મુબઇ,દિલ્હી અને જયપુર ખાતે રૂ.૨૦૦ કરોડના વ્યવહારો કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

મોબાઇલના વેચાણ પર ગુજરાતમાં ૧૫ ટકા ટેકસ છે આથી વેપારીઓ ડમી માણસને ઊભા કરીને ઇમ્પોર્ટ અને એકસ્પોર્ટ કોડ નંબર પણ ડમી માણસના નામે લઇને વેપારીઓ સિફ્તતાપૂવર્ક છટકી જાય છે.ટેક્સ ભરવાની જવાબદારી ડમી માણસના નામે વેટ કચેરીમાં બોલે છે.હકીકતમાં માસ્ટર માઇન્ડ ભૂગર્ભમાં જતા રહ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com