સાપ્તાહનુ રાશિફળ - ભૂપેન્દ્ર ધોળકિયા
મેષ (અ.લ.ઈ.) :
આરોગ્ય સાચવવું. સાંધાની તથા અસ્થિતંત્રની વિશેષ કાળજી રાખવી. કૌટુંબિક તેમ જ સામાજિક બાબતે વિલંબથી સફળતા મળે. નોકરી-કારકિર્દી ક્ષેત્રે સફળતા સૂચક યોગ બને છે. હરીફોથી કાળજી રાખવી. પ્રવાસમાં સાચવવું. આર્થિક બાબતે યોગ્ય આયોજન જરૂરી છે. ધનખર્ચમાં સંયમ રાખવો. નવીન આયોજનમાં આગળ વધી શકાય.
શુભ રંગ : લાલ-ગુલાબી.
વૃષભ (બ.વ.ઉ.) :
આરોગ્ય સારું રહે. પાણીના ઉપયોગમાં ખાસ કાળજી રાખવી. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે વધુ મહેનત કરવાની સલાહ છે. કૌટુંબિક બાબતે નાના અવરોધ રહે. સામાજિક કાર્યોમાં ધીમી ગતિએ સફળતા મળે. આર્થિક બાબતે ધીમે ધીમે સારી સફળતા મળે. ધનખર્ચમાં સંયમ રાખવો જરૂરી છે. પરદેશથી શુભ સમાચાર મળે. સંપત્તિ અંગેના કાર્યમાં આગળ વધી શકાય. શુભ રંગ : સફેદ.
મિથુન (ક.છ.ઘ.) :
આરોગ્ય નરમગરમ રહે. માનસિક થાક અનુભવાય. નોકરી-કારકિર્દી ક્ષેત્રે નાના ફેરફારની શક્યતા જણાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઉચ્ચ અભ્યાસમાં મહેનત વધારવી જરૂરી છે. કૌટુંબિક-સામાજિક બાબતે વિલંબથી સફળતા મળે. નાણાકીય બાબતે યોગ્ય આયોજન કરવું પડશે. ધનખર્ચમાં સંયમ રાખીને નવીન આયોજન કરવાની સલાહ છે. શુભ રંગ : લેમન.
કર્ક (ડ.હ.) :
આરોગ્ય એકંદરે સારું રહેશે. ચામડીના દર્દો બાબતે કાળજી રાખવી. નોકરી-વ્યવસાયમાં નવીન લાભદાયી તક મળે. અગાઉ કરેલી મહેનતનું શુભ ફળ મળે. કૌટુંબિક કાર્યોમાં ધીરજ રાખવી. સામાજિક બાબતે અનુકૂળતામાં વધારો થાય. નાણાકીય આયોજનમાં આગળ વધી શકાય. ધનખર્ચમાં કાળજી રાખવી. સંતાન કે જીવનસાથીની પ્રગતિ બાબતે અનુકૂળતા વધે. શુભ રંગ : સિલ્વર.
સિંહ (મ.ટ.) :
આરોગ્ય જળવાઈ રહે. પ્રવાસમાં કાળજી રાખવી. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં યશ-ર્કીિત મળે. અગાઉના પ્રયત્નોમાં સારી સફળતા મળે. નોકરી-વ્યવસાયમાં અનુકૂળ સમય ગણાય. નાના પરિવર્તનની શક્યતા રહે. આર્થિક બાબતે સારો સમય ગણી શકાય. નવીન આયોજનમાં આગળ વધી શકાય. ધનખર્ચમાં કાળજી રાખવી. પરદેશથી શુભ સમાચાર મળે.
શુભ રંગ : ગોલ્ડન.
કન્યા (પ.ઠ.ણ.) :
આરોગ્યની કાળજી રાખવી. ખોરાક બાબતે ખાસ સાચવવું. નોકરી-કારકિર્દી ક્ષેત્રે સારી સફળતા મળે. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહેશે. કૌટુંબિક કાર્યોમાં ધીમી ગતિએ સફળથા મળે. નાણાકીય બાબતે સમય સારો ગણાય. ધનખર્ચમાં સંયમ રાખીને બચત વધારી શકાય. વાદ-વિવાદથી દૂર રહેવું. જીવનસાથી બાબતે સારો સમય.
શુભ રંગ : લીલો.
તુલા (ર.ત.) :
આરોગ્ય નરમગરમ રહે. શરદી-શ્વસનતંત્ર બાબતે સાચવવું. નોકરી-કારકિર્દી ક્ષેત્રે મહેનતનું શુભ ફળ મળે. ઉપરી અધિકારી તરફથી મદદ-માર્ગદર્શન મળી રહે. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજથી આગળ વધવાની સલાહ છે. નાણાકીય કાર્યોમાં વિશેષ કાળજી રાખવી. નવીન આયોજન વિચારી શકાય. બચત વધારવાની ખાસ સલાહ છે.
શુભ રંગ : સફેદ-ક્રીમ.
વૃશ્ચિક (ન.ય.) :
આરોગ્ય જળવાઈ રહેશે છતાં માનસિક થાક અનુભવાય. કૌટુંબિક કાર્યોમાં સફળતા મળે. સામાજિક બાબતે હકારાત્મક અભિગમ રાખીને આગળ વધવું. નોકરી-વ્યવસાયમાં નાનું પરિવર્તન જણાય છે. હરીફોથી સાચવવું. આર્થિક આયોજનમાં કાળજી રાખવી. ધનખર્ચ વધે. જૂની બચત વપરાઈ જાય નહીં તે બાબતે સાવધ રહેવું. શુભ રંગ : લાલ.
ધનુ (ભ.ધ.ઢ.ફ.) :
આરોગ્ય સારું રહે. નોકરી-વ્યવસાયમાં તમારી મહેનત ઊગી નીકળે. શુભ ફળ મળે. ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક બાબતોમાં વધુ મહેનત જરૂરી છે. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં સમયસર આગળ વધી શકાય. નાણાકીય કાર્યોમાં ધીરજ રાખવી. ધનખર્ચ બાબતે સંયમ રાખવો પડશે. જીવનસાથીની પ્રગતિ બાબતે શુભ સમાચાર મળે. પ્રવાસમાં કાળજી રાખવી. શુભ રંગ : પીળો.
મકર (ખ.જ.) :
આરોગ્ય જળવાઈ રહે. આંખોની કાળજી રાખવી. વિદ્યાભ્યાસ તથા સ્પર્ધાત્મક ક્ષેત્રે શુભ ફળ જોવા મળે. કારકિર્દી બાબતે સમય પ્રગતિસૂચક ગણાય. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં ધીરજ રાખવી. નાણાકીય લેવડદેવડમાં સાચવવું. ધનખર્ચ વધુ રહે. બચત જાળવી રાખવી જરૂરી છે. પરદેશથી શુભ સમાચાર મળે. નવીન આયોજન થઈ શકે.
શુભ રંગ : સ્કાય બ્લ્યૂ.
કુંભ (ગ.શ.સ.) :
આરોગ્ય સાચવવું. ખોરાક બાબતે કાળજી રાખવી. કૌટુંબિક તથા સામાજિક કાર્યોમાં તમારી કદર થાય. નોકરી-વ્યવસાયમાં વધુ મહેનત કરવાની સલાહ છે. ઉચ્ચ અભ્યાસ-સ્પર્ધાત્મક બાબતે સારું સ્થાન મેળવી શકાય. નાણાકીય કાર્યોમાં કાળજી રાખવી. નવીન આયોજન હશે તો આગળ વધી શકાય. વડીલ વર્ગનું માર્ગદર્શન મેળવવું જરૂરી છે.
શુભ રંગ : નેવી બ્લ્યૂ.
મીન (દ.ચ.ઝ.થ.) :
આરોગ્ય સારું રહેશે. પ્રવાસમાં કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં વિલંબથી સફળતા મળે. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળે. પરદેશ જવાના પ્રયત્નો હશે તો સાચી દિશામાં મહેનત વધારવી જરૂરી છે. નાના અવરોધ આપી શકે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિસૂચક સમય રહે. આવકની દૃષ્ટિએ સમય સારો ગણાય. બચત વધારવી જરૂરી છે. હરીફોથી સાચવવું. શુભ રંગ : આછો પીળો.