લખનઉ, તા. 11
કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોન દ્વારા બોલિવૂડની ફિલ્મ જિસ્મ-2માં પહેરેલાં વસ્ત્રો (વોર્ડરોબ)ની હરાજી થશે. આ હરાજીને લીધે માર્ગ પર ભટકતાં કૂતરાનું ગુજરાન થશે.
જનાવરો પ્રત્યે ક્રૂરતા સામે કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ્સ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ (પેટા)એ માર્ગોમાં ભટકતાં કૂતરાઓનું ગુજરાન થાય તેનું મોટું અભિયાન શરૂ કર્યું છે. જિસ્મ-2ની નિર્દેશનિકા પૂજા ભટ્ટ અને સહ નિર્માતા ડિનો મોરિયાએ પૂરો વોર્ડરોબ આ સંસ્થાના કામ માટે આપી દીધો છે.
અભિનેત્રી સની લિયોન અને અભિનેતા અરુણોગય સિંહ અને રણદીપ હૂડા સહિત તમામ કલાકાકોએ ફિલ્મમાં જે કપડાં પહેર્યાં હતાં તેની હવે હરાજી કરાશે. હરાજીમાંથી મળેલી રકમ માર્ગ પર ભટકતા કૂતરાનું લાલન પાલનમાં ખર્ચાશે.
પેટા સંસ્થાના એક સૂત્રનું કહેવું છે કે દેશમાં આશરે 10 કરોડ કરતાં વધુ ભટકતાં કૂતરા માર્ગ રહે છે. કેટલાક માર્ગ પર વાહનોની અડફેટે ચઢી જાય છે, તો કેટલાકને લોકો જ મારી નાંખતા હોય છે.
સંસ્થાએ આવાં આશ્રયવિહોણા કૂતરાઓને પાળવાની જવાબદારી લીધી છે, અને આ માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. સંસ્થાએ જનાવરોને પ્રેમ કરનારને પણ અપીલ કરી છે કે આવા કૂતરાઓને પાળવા જોઈએ અને પોતાના ઘરે આશરો આપે.
આ ન્યૂઝ પર પણ કરો નજર:
|
... તો હું વિલન ન હોત:પ્રેમ ચોપડા |
| બોલિવૂ઼ડના જાણીતા ખલનાયક રહેલા પ્રેમ ચોપડાને આજે કોણ નથી જાણતું.? જો કે એ વાત જુદી છે કે ફિલ્મોમાં અભિનયને લીધે લોકો કંઈક અલગ રીતે તારવી લેતા હોય... |